Breaking News : સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રોને દૂર કરાયા, કામગીરીનું કવરેજ કરતાં મીડિયાના કેમેરાને દૂર કરાયા, જુઓ Video

ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ખાતે કિંગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમા સંકુલમાં બનાવેલા ભીંતચિત્રનો વિવાદ વકર્યા બાદ, ગઈકાલ મોડી રાત્રે વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા હતા. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે ગઈકાલે સરકારસ્તરે યોજાયેલી બેઠક બાદ વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવાયો હતો.

Breaking News : સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રોને દૂર કરાયા, કામગીરીનું કવરેજ કરતાં મીડિયાના કેમેરાને દૂર કરાયા, જુઓ Video
Salangpur Temple Controversy
| Edited By: | Updated on: Sep 05, 2023 | 8:27 AM

Remove Controversial wall paintings : ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ખાતે કિંગ્સ ઓફ સાળંગપુરની પ્રતિમા સંકુલમાં બનાવેલા ભીંતચિત્રનો વિવાદ વકર્યા બાદ, ગઈકાલ મોડી રાત્રે વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા હતા. વિવાદિત ભીંતચિત્રોને લઈને સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે ગઈકાલે સરકારસ્તરે યોજાયેલી બેઠક બાદ વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જે મોડી રાત્રીએ અમલમાં મૂકાયો હતો. જો કે વિવાદિત ભીંતચિત્રો  દૂર કરવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન સાળંગપુર સંકુલમાંથી મીડિયા કર્મીઓને દૂર કરાયા હતા.

આ પણ વાંચો : Salangpur Temple Controversy: ભીંતચિત્રો દૂર કરવા મામલે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું-સનાતનીઓનો વિજય થયો, જુઓ Video

છેલ્લા કેટલાક સમયથી સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રના વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે બેઠક મળી હતી. ડૉ. વલ્લભ સ્વામીની આગેવાનીમાં CM સાથેની બેઠક બાદ ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

તો બીજી તરફ ગાંધીનગરમાં બેઠક પૂરી થઈ પછી અમદાવાદમાં સંતોના મેરેથોન મંથનનો બીજો તબક્કો શરૂ થયો હતો. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ, સનાતન સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ પણ હાજર રહ્યાં હતા. તેમજ સનાતનના અને સાધુ સંતો પણ હાજર રહ્યાં હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:39 am, Tue, 5 September 23