
રાજકોટ જિલ્લામાં મહિલાઓના અધિકારો અને માનવ ગૌરવને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિના કેન્સરના કારણે અવસાન થયા બાદ એક મહિલાને બળજબરીપૂર્વક મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત મહિલાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
હજુ પણ કેટલાક એવા પરિવારો છે જેઓ અંધશ્રદ્ધા વચ્ચે જીવી રહ્યા છે.રાજકોટમાં 21મી સદીમાં મહિલા પર અત્યાચારની શરમજનક ઘટના સામે આવી છે. પતિના કેન્સરથી અવસાન બાદ પત્નીને મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હતી. તો કેન્સર પીડિત પતિની સારવાર ન કરાવી ભુવા પાસે લઈ જવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે સાસુ અને નણંદે દબાણ કરતાં મહિલાએ મુંડન કરાવવું પડ્યુ હતુ.પતિના મોતના ત્રીજા દિવસે જ બળજબરીપૂર્વક કૃત્ય કરાવાયું હતુ. અમાનવીય પરંપરા થોપતા સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી છે.
રાજકોટમાં પતિના મૃત્યુના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું હતુ, ધારાસભ્ય ડો.દર્શિતા શાહે સમગ્ર મામલે કહ્યું આ ઘટના ખુબ જ નિંદનીય છે. મહિલાઓએ આવી કોઈ અંધશ્રદ્ધામાં સાથ આપવો નહી. સરકાર પણ આવી અંધશ્રદ્ધા જેવી ઘટના સામે કડક કાર્યવાહી કરી રહી છે.આ સમગ્ર મામલે પીડિત મહિલાએ કહ્યું કે, અંદાજે 7 મહિના પહેલા પતિનું મૃત્યું થયું હતુ. સુવાળાની વીધી દરમિયાન સાસુ અને નણંદે મારું મુંડન કરાવ્યું હતુ. આ બધુ બળજબરી પૂર્વક થયું હતુ. ક્યારેય આવું કોઈને સાથે બનવું જોઈએ નહી, અંધશ્રદ્ધા ક્યારેય ફેલાવવી જોઈએ નહી.
21મી સદીમાં મહિલા સાથે અત્યાચાર થયાની ઘટના સાંભળી તમે પણ ચોંકી જશો.પતિના અવસાન બાદ પત્નિને મુંડન કરાવવા મજબૂર કરી.તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના અંદાજે 7 મહિના પહેલા બની હતી. મહિલાના પતિનું 1 જાન્યુઆરી 2025માં અવસાન થયું હતુ. પતિને કેન્સર હોવાથી તેનું મોત થયું હતું.પતિને કેન્સર હોવાથી ભુવા લઇ જતા હતા. પતિના અવસાનના ત્રીજા દિવસે સાસુ અને નણંદે દબાણ કરી મહિલાનું મુંડન કરાવ્યું હતુ.આ સમગ્ર મામલે હાલ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
( With input Mohit Bhatt)
Published On - 12:14 pm, Wed, 10 June 26