
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપની તમામ પેનલ વિજેતા બની છે. એકતરફી પરિણામોમાં ભાજપના ઉમેદવારોને વ્યાપક જનસમર્થન મળતા વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.
મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપ આગળ રહ્યો હતો અને દરેક વોર્ડમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી. તમામ બેઠકો પર જીત સાથે ભાજપે મહાનગરપાલિકામાં સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જે સ્થાનિક રાજકારણમાં પાર્ટીની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડમાં મળી 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. સત્તા પર કબજો મેળવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી 27 બેઠકો જીતવી જરૂરી છે. આ આંકડો પાર કરનાર પક્ષ મનપામાં સ્પષ્ટ બહુમતી સાથે શાસન સ્થાપિત કરશે, જ્યારે તેના નીચે રહેતા પક્ષોને વિરોધપક્ષમાં બેસવું પડશે. હાલ ચાલી રહેલા પરિણામોમાં કયા પક્ષે આ જાદૂઈ આંકડો પાર કર્યો છે તે પર સૌની નજર ટકી છે.
આ ભવ્ય જીત બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે આગલા સમયમાં શહેરના વિકાસ માટે નવી દિશામાં કામ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પરિણામો સાથે મહાનગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે અને સ્થાનિક સ્તરે પાર્ટીનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. જીત બાદ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ છવાયો છે, જ્યારે વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.
Published On - 10:39 am, Tue, 28 April 26