
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના મેઘાણીનગર પાસે અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થયું હતું. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. પ્લેનમાં ક્રુ મેમ્બર અને પેસેન્જર સહિત 242 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા પ્લેનમાં 10 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 242 જેટલા લોકો સવાર હતા.
An Air India plane with 242 passengers onboard has crashed in Gujarat’s Ahmedabad, confirms the State Police Control Room
More details awaited pic.twitter.com/RPAYU8KfUM
— ANI (@ANI) June 12, 2025
અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થયું છે. મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં જ પ્લેન ક્રેશ થયું છે. જેમાંથી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. મળતી માહિતી સિવિલમાં સારવાર લેતા ઈજાગ્રસ્ત લોકો સ્થાનિકો હોવાનું સામે આવ્યું છે.
પ્લેન ક્રેશની દુર્ઘટના બનાતા તાત્કાલિક ધોરણે મુખ્ય પ્રધાને અધિકારીઓ અને ડોકટરને હાજર રહેવા માટે સુચના આપી છે. એર ઈન્ડીયાનું AI 171 નામનું પ્લેન ક્રેશ થયો છે. તેમજ ઘટના બનતા જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીન કોરિડોર બનાવવાની સૂચના આપી છે. સુરતથી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
LIVE: Injured passengers rushed to hospital after Air India London flight crash in Ahmedabad #BreakingNews #AirIndiaFlight #AirIndia #AirIndiaLondonFlightCrash #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #Gujarat #TV9Gujarati pic.twitter.com/G5thCRLUVJ
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
લંડન જતા પ્લેનમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણી સવાર હોવાની શક્યતા છે. જોકે વિજય રુપાણીના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે DGP સાથે વાતચીત કરી છે. અમિત શાહે પેરામિલિટ્રીને પણ ઘટના સ્થળે પહોંચવા માટે સૂચના આપી છે.
પ્રાપ્તથતી પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન ક્રેશમાં 130 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોત આંકડા હજી સુધી સામે આવ્યું નથી. ભાજપ નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જાનહાનિ મોટી થયાની સંભાવના છે. પ્લેનમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્લેનમાં 16 કેબીન ક્રૂ મેમ્બર, 4 કેપ્ટન ફ્લાઈટમાં સવાર હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:57 pm, Thu, 12 June 25