Breaking News : વડોદરાના નવા મેયર બન્યા પિન્કી સોની, ડેપ્યુટી મેયર બન્યા ચિરાગ બારોટ

|

Sep 11, 2023 | 11:43 AM

આજે વડોદરાને નવા મેયર મળ્યા છે. શહેરના નવા મેયર પિન્કી સોની બન્યા છે. અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શિતલ મિસ્ત્રી બન્યા છે. તો શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : વડોદરાના નવા મેયર બન્યા પિન્કી સોની, ડેપ્યુટી મેયર બન્યા ચિરાગ બારોટ
Vadodara

Follow us on

Breaking News : આજે વડોદરાને નવા મેયર મળ્યા છે. શહેરના નવા મેયર પિન્કી સોની બન્યા છે. અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શિતલ મિસ્ત્રી બન્યા છે. તો શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાને 61 મેયર મળ્યા છે. જ્યારે પિન્કી સોની શહેરના 4 મહિલા મેયર બન્યા છે.

આ પણ વાંચો : Vadodara Rain : પાદરાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, જુઓ Video

આ અગાઉ ભારતી બેન વ્યાસ, ડો જ્યાતી બેન પંડ્યા અને જીગીષા બેન શેઢ શહેરના મેયર રહી ચુક્યા છે. તો વડોદરાના 34માં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા છે. તેમજ 37 ચેરમેન ડો શીતલ મિસ્ત્રી બન્યા છે. ડો. શિતલ મિસ્ત્રી,ભાણજી પટેલ, રાકેશ શાહ,તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૈહાણ, નીતીન દોગા, જાગૃતી કાકા, રીટા સીંઘ, ધનશ્યામ સોલંકી, કેતન પટેલ, હેમિષા ઠક્કર સહિતના 12 સભ્યો મળ્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો : Vadodara : આજે વડોદરાને મળશે નવા મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની થશે નિમણુંક, જુઓ Video

વડોદરામાં 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ હતી. જેને પગલે વડોદરા કોર્પોરેશનના નવા સત્તાધીશો કોણ, તેને લઇને ચર્ચાઓ તેજ બની હતી. સૂત્રોની માનીએ તો, મેયર પદની રેસમાં નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં રહ્યાં હતા.  જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, મનીષ પગાર, શૈલેષ પાટીલ અને નીતિન ડોંગાનું નામ ચર્ચામાં રહ્યું હતુ. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ડૉ.શીતલ મિસ્ત્રી, અજિત દઢીચ દોંગા, બંદીશ શાહ અને મનોજ પટેલનું નામ ચર્ચામાં રહ્યુ હતુ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:27 am, Mon, 11 September 23

Next Article