Breaking News : અમદાવાદ દરિયાપુરમાં મકાનનો સ્લેબ ધરાશાયી, લોકો થયા ઘાયલ, જુઓ Live Video

| Edited By: | Updated on: Jun 20, 2023 | 6:48 PM

અમદાવાદમાં દરિયાપુર કડિયાનાકા પાસે મકાનનો સ્લેબ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. સ્લેબ તૂટવાની આ ઘટનામાં 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તમામ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં દરિયાપુર કડિયાનાકા પાસે મકાનનો સ્લેબ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. સ્લેબ તૂટવાની આ ઘટનામાં 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તમામ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર મકાનનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. દરિયાપુર ફુટી મસ્જિદ પાસે મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં 11 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું છે.

ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થયો છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે ટીમ સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને ભાર કાઢવામાં આવી રહ્યા છે.

રથયાત્રા દરમ્યાન બનેલી આ ઘટનાને લઈ લોકોમાં ભાઇનો માહોલ ફેલાયો છે. મહત્વનુ છે જે હાલ તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જર્જરિત આ મકાન હોવાનું પણ સામે આવ્યું છે. જોકે રથયાત્રા આ વિસ્તાર માથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન આ ઘટના બની છે. લોકો આ રથયાત્રાના દર્શન પોતાના ઘર માઠી કરી રહ્યા હતા. અને આચનક ઇમારતની છટ ધરાશાયી થઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. ફાયરા વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસક્યું કામગીર હાથ ધરવામાં આવી છે.

આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના મતે જે ગેલેરી તૂટી પડી તેમાં પાંચથી છ લોકો ઉભા હતા. જે ધડાકાભેર સીધા નીચે પટકાયા. તો નીચે રથયાત્રા નિહાળતા કેટલાક લોકોને પણ ઈજા થઈ છે. ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ત્વરિત દોડી આવી હતી. તંત્ર દ્વારા ઝડપથી બચાવ કાર્ય હાથ ધરાતા કોઈને વધારે ગંભીર ઈજા થઈ નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં નાની-મોટી ઈજા સાથે આવેલા 29 દર્દીઓને સારવાર આપવામાં આવી. મોટાભાગના દર્દીઓને માથાના ભાગે ઈજા પહોંચી છે. જેમના સિટી સ્કેન રિપોર્ટ કરાવીને અલગ-અલગ વોર્ડમાં દાખલ કરાયા છે. તો બે-ત્રણ દર્દીઓને પગે ફ્રેક્ચર થયા છે. જ્યારે કેટલાક દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક

આ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી બેદરકારી સામે આવી છે. દુર્ઘટના બાદ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કરતા હોય તેમ AMCએ હંગામી કર્મચારી પાસે ભયજનક મકાન અંગેની નોટિસ લગાવડાવી. જો મકાન ભયજનક હતું તો પહેલાથી જ AMCએ કેમ નોટિસ ન લગાવી. આ દુર્ઘટનાને પગલે તંત્રએ રથયાત્રા પૂર્વે કરેલી કામગીરીના મોટા-મોટા દાવાની પોલ ઉઘાડી પડી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 20, 2023 04:10 PM