
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.
આજે વહેલી સવારે 7.30 વાગ્યે બ્રિજ તૂટવાની દુર્ઘટના ઘટી છે. તેમજ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વર્ષ 1985માં આ બ્રિજ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાયો હતો, અને વર્ષો પુરતો જર્જરિત બની ગયેલો હતો. આ ઘટનામાં મોટી બાબત છે કે બ્રિજ પર લાઈટ ન હતી. જેથી જો આ ઘટના સવારની જગ્યાએ રાત્રિના સમયે બની હોત તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોત.જેના પગલે અહીં અનેક સવાલો ઉભા થયા છે.
Latest visuals from the site of collapse of Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand. Rescue operation underway #MahisagarRiver #MahisagarRiverBridgeCollapse #MahisagarBridgeCollapse #BrideCollapse #GujaratBridgeCollapse #Gujarat #TV9Gujarati pic.twitter.com/z4lYHzPf8c
— Tv9 Gujarati (@tv9gujarati) July 9, 2025
ઉલ્લેખનીય છે કે આ બ્રિજમાં ખામી હોવા છતા ભારે વાહનો પસાર થતા હતા. જેના પગલે આ દુર્ઘટના બની છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. બ્રિજ તૂટવાથી 7 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. ત્યારે નદીનો પટ મોટો છે. આ સાથે જ નદીમાં પાણી હોવાની સાથે કાદવ-કીચડ પણ મોટા પ્રમાણમાં હોવાથી રેસક્યું કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે.
વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તો આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે કે 4થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યુ.
Published On - 11:14 am, Wed, 9 July 25