AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.

Breaking News : રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી
Heavy rain forecast in Gujarat
Darshal Raval
| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:00 AM
Share

Monsoon 2023: હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે જ 24 કલાક પછી આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,જુઓ Video

છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે.

આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેથી વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા છે.

આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વરસી શકે છે.

ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે પાણી ભરાયા

ગુજરાતમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. રાજ્યના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે. જ્યારે કચ્છના 20 ડેમ 51 ટકા કરતા વધારે ભરાયા છે. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં 54 ટકા કરતા વધારે પાણી ભરાયા છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાયેલી તારાજી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી જાણકારી મેળવી હતી. તેમજ NDRF,SDRF અને પ્રશાસન પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">