
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે પાટણમાં પણ અકસ્માત સર્જાયો છે. જેમાં સમી-રાધનપુર હાઇવે પાસે ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે. હારીજ તરફથી આવતી બસે રિક્ષાને કચડી નાખી છે. અકસ્માત સર્જાતા આસપાસના વિસ્તારમાંથી તાત્કાલિક સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. જેઓ તાત્કાલિક ધોરણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
6 killed in traggic accident between ST bus & auto ar Radhanpur Highway #Patan #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/atGRw5IxZ2
— Tv9 Gujarati (@tv9gujarati) April 17, 2025
ઉલ્લેખનીય છે કે પાટણના રાધનપુર – સમી હાઈવે પર ST બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોના કમકમાટી ભર્યું મોત થયું છે. મળતી માહિતી અનુસાર હારિજ તરફથી આવતી બસે રિક્ષાને કચડી નાખતા 6 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડ્યો છે. ત્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. બોડકદેવ વિસ્તારમાં BMW કારે અકસ્માત સર્જ્યો છે. બિલ્ડિંગમાંથી નીકળતી ઈકો કારને BMW કારે ટક્કર મારી હતી. ટક્કર વાગતા ઈકો કાર ફંગોળાઈ હતી. ઈકો ચાલક સહિત 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં છે. અકસ્માત બાદ BMW કાર થાંભલા સાથે અથડાઈ હતી. BMW કાર સ્થળ પર મૂકી યુવક – યુવતી ફરાર થયા છે.
અકસ્માત સર્જનાર કાર વસ્ત્રાપુર તરફથી ખૂબ જ સ્પીડમાં આવી રહી હોવાનું અને કારમાં યુવક-યુવતી સવાર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ યુવક-યુવતી કાર મુકીને ફરાર થઈ ગયા હતા. કાર રાકેશ પટેલ નામનો યુવક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તો ઈકો કારમાં સવાર આરિફ સુમેજા અને જીજ્ઞેશ ચૌહાણ નામના બે વ્યક્તિને દુર્ઘટનામાં ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:01 pm, Thu, 17 April 25