
જુનાગઢ કોર્ટે ટિકટોકર અને સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને જામીન આપ્યા છે. કીર્તિ પટેલ વિરુદ્ધ જુનાગઢના જેતપુર તાલુકાના એક યુવકે ચેની તેના વિરોધમાં વીડિયો બનાવ્યો તો કીર્તિ દ્વારા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખની ખંડણી માગવામાં આવી હતી. કીર્તિની ધમકી મળતા યુવકે હાથમાં ફિનાઈલ લઈને વીડિયો બનાવ્યો હતો. જે બાદ યુવકે ફિનાઈલ ગટગટાવી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડનો પ્રયાસ કરતા પહેલા તેણે કીર્તિ સામે આરોપ લગાવ્યો હતો કે કીર્તિના ત્રાસથી તે આ પગલુ ભરી રહ્યો છે. આ જ કેસમાં કીર્તિની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને જુનાગઢ લવાઈ હતી.
કીર્તિના આજે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જુનાગઢ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જ્યા કોર્ટમાં જતા પહેલા તે મીડિયાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને મને ન્યાય અપાવો તેવુ કહેતી જોવા મળી હતી.
જુઓ વીડિયો
જુનાગઢ તાલુકાના એક 27 વર્ષીય યુવકે સોશિયલ મીડિયા પોસ્ટ પર ધમકીઓ મળ્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે હિન્દુ સાધુઓ વિરુદ્ધ અપલોડ કરાયેલા વીડિયો ખોટા છે. પોલીસે કીર્તિ પટેલ અને અન્ય ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ કેસમાં ગલિયાવાડા ગામના યુટ્યુબર અબ્ઝલ કારા સીદાએ કીર્તિ સામે આરોપ લગાવ્યો કે તેમણે કીર્તિ દ્વારા સાધુઓ અને સનાતન ધર્મ વિરુદ્ધ અપલોડ કરેલા વીડિયોનો વિરોધ કર્યો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદ કીર્તિ અને તેના સાગરીતોએ અપહરણ, ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખની ખંડણીની માગ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ પહેલા જેતપુર પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર તરીકે નોંધવામાં આવ્યો હતો અને બાદમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, કારણ કે આ ઘટના તેના અધિકારક્ષેત્રમાં આવે છે.
જે બાદ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા કીર્તિ સહિત તેના સાગરિતો સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં જીરો FIR તરીકે નોધવામાં આવ્યો હતો અને બાદમાં તેને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો. પોલીસે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટ રૂમમાં બંને પક્ષે સામસામી દલીલ થઈ હતી અને અંતે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવા ઓર્ડર કર્યો હતો. આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કીર્તિને નોટિસ બજવવામાં આવી છે.
કીર્તિને 24 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડશે. કીર્તિની મુશ્કેલી હજુ પુરી નથી થઈ. હજુ બે ગુનામાં પોલીસ કીર્તિ સામે કાર્યવાહી કરશે. જેમા મહાશિવરાત્રીના દિવસે PI ની ફરજમાં રૂકાવટ અને PI ને એલફેલ બોલવાનો આરોપ છે. જ્યારે બીજો ગુન્હો મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે જઈને પરંપરા તોડી સ્નાન કરવાનો છે. આ કેસમાં કીર્તિ સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 7:12 pm, Mon, 23 February 26