Gandhinagar : ગાંધીનગર સચિવાલયમાં (Secretariat) આજે તમામ કારનું સઘન ચેકીંગ (checking) કરવામાં આવી રહ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રાઇવેટ, સરકારી સહિત તમામ કારના ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ગેટ નંબર 1 તથા 2માંથી સચિવાલયમાં એન્ટર થઈ રહેલી તમામ કારનું ખૂબ જ ઝીણવટ પૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ચેકિંગ અંગે સલામતી શાખામાંથી સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- Gujarat: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શહેરનું નામ બદલવું જોઈએ ? વાંચો આ અહેવાલ
સૂત્રો પાસેથી માહિતી મુજબ ગઇકાલે મોડી સાંજે ગાડીઓમાં શંકાસ્પદ એક્ટિવિટી સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના પગલે આજથી ચેકિંગ વધારવામાં આવ્યુ છે. જેને લઇને તપાસ ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે સચિવાલયમાં આવેલી કેટલીક કારમાં દારુની બોટલ લાવવામાં આવી હોવાની ફરિયાદ થઇ હતી. જે પછી સચિવાલયમાં સર્વેલન્સ સઘન કરવામાં આવ્યા છે. આજથી જ સચિવાલયમાં તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
ગાંધીનગર સચિવાલય માં આજે પ્રાઇવેટ, સરકારી તમામ કારનું સઘન ચેકીંગ,
સલામતી શાખા માંથી અપાઈ સૂચના,
ગઈકાલે મોડી સાંજે ગાડીઓમાં શંકાસ્પદ એક્ટિવિટી સીસીટીવી માં થઇ કેદ :-સૂત્ર#Gandhinagar #Gujarat #Tv9News
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2023
બીજી તરફ સચિવાલયમાં આ પ્રતિબંધિત વસ્તુઓ આવી હોવાની ફરિયાદના પગલે અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. સચિવાલયમાં આવતી ગાડીઓમાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાથી પોલીસની કામગીરી તેમજ સુરક્ષા-સલામતીને લઇને થતી કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે આ ગાડીઓ આવી હોવાની માહિતી છે. જેમાં દારુની બોટલ લાવવામાં આવી હોવાનું CCTVમાં જોવા મળ્યુ હતુ.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:08 pm, Fri, 2 June 23