
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC - Electoral Literacy Club) અને ECINET એપ પર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

બદલાતા ડિજિટલ યુગમાં હવે ELC 2.0ના માધ્યમથી શાળાઓ અને કોલેજોમાં આ ક્લબ્સને વર્ષભર કાર્યરત, અનુભવજન્ય અને ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા મતદારો અને ચૂંટણી સંચાલનની 40થી વધુ અલગ-અલગ એપ્લિકેશન્સને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને સુવિધાજનક ECINET સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે

18 વર્ષ પૂરા કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાવું જોઈએ અને મતદાનના દિવસે પોતાની ફરજ અદા કરવી જોઈએ. આ સુવિધાને સરળ બનાવવા માટે ચૂંટણી પંચની વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી 'ECINET' એપ લોન્ચ કરવામાં આવી છે.

ભારત 90 કરોડથી વધુ મતદારો ધરાવતો વિશ્વનો સૌથી મોટો અને જીવંત લોકશાહી દેશ છે. વિશ્વના અનેક ખંડો અને દેશોના કુલ મતદારોને એકત્ર કરીએ, તો પણ ભારતનો મતદારોનો આંકડો તેનાથી મોટો થાય છે.

લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સાથે ડેપ્યુટેશન પરના કર્મીઓ મળીને કુલ 1 કરોડ 80 લાખ જેટલો સ્ટાફ કામગીરીમાં જોડાય છે, જે ભારતીય ચૂંટણી પંચને વિશ્વની સૌથી મોટી સંસ્થા બનાવે

દેશમાં મતદાર યાદી બનાવવાથી લઈને મતદાન અને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ અત્યંત ખુલ્લી અને વિશ્વસનીય છે. 11 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLO)ની કામગીરી અને વિવિધ રાજકીય પક્ષોના ઓડિટ હેઠળ મતદાર યાદી તૈયાર થાય છે.

વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં થયેલા ઉચ્ચ મતદાન ટકાવારીના ઉદાહરણો આપીને આગામી સમયમાં ગુજરાત પણ ઊંચા મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.