Breaking News : અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ, જુઓ Video

|

Sep 29, 2023 | 6:38 PM

અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે મનપા કમિશનર એમ થેન્નારસનનું નિવેદન સામે આવ્યું છે. ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે. આગામી એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. મનપા કમિશ્નર એન. થેન્નારસને સામાન્ય સભામાં આ સ્પષ્ટતા કરી છે.

Breaking News : અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ, જુઓ Video

Follow us on

અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે મનપા કમિશનર એમ થેન્નારસનનું નિવેદન સામે આવ્યું છે. ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે. આગામી એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. મનપા કમિશ્નર એન. થેન્નારસને સામાન્ય સભામાં આ સ્પષ્ટતા કરી છે.

બ્રિજને તોડવાના કામને લઈ આગામી એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મનપા કમિશ્નર એન. થેન્નારસને સામાન્ય સભામાં આ અંગે સ્પષ્ટતા કરી હતી. બ્રિજ તોડી નવો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરાશે. જ્યુડિશિયલ બાબત હોવાના કારણે ટેન્ડર પ્રક્રિયા મોડી થઈ હોવાનો સ્વીકાર કર્યો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

હાટકેશ્વર બ્રિજ કેસમાં અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 લોકો સામે ચાર્જશીટ તૈયાર કરાઇ હતી. ચાર્જશીટમાં 65 થી વધુ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ સામેલ હતા. ચાર્જશીટમાં 12 થી વધુ ભાગેડુ આરોપી પણ દર્શાવાયા હતા. હાટકેશ્વર બ્રિજ બન્યાના થોડા સમયમાં જ વાહનો આ બ્રિજ બંધ માટે કરાયો હતો.

તંત્ર દ્વારા બ્રિજની કામગીરીમાં તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રિજ બનાવતા દરમિયાન થયેલી ગેરીરીતિના સતત તપાસ બાદ આખરી નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય બ્રિજ તોડવા માટેનો છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન, શહેરીજનોની અગવડતા સામે નથી હાલતુ તંત્રના પેટનુ પાણી!

મહત્વનુ છે કે  હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનાર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શાસકો દ્વારા અજય ઇન્ફ્રાસ્ટક્ચરને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ કરાયો હતો, જોકે કાયદામાં કોઇ જોગવાઇ ન હોવાથી અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:11 pm, Fri, 29 September 23

Next Article