Breaking News : ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક સ્થળોએ પડશે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

| Edited By: | Updated on: Jan 22, 2026 | 2:48 PM

ગુજરાતના લોકપ્રિય હવામાન બાબતોના જાણકાર અંબાલાલ પટેલે, કેટલાક દિવસો અગાઉ કરેલ માવઠાની આગાહીને હવે ભારત સરકારના હવામાન વિભાગે પણ અનુમોદન આપ્યું છે. ભારતીય હવામાન વિભાગે, આજે ગુરુવારના રોજ સત્તાવાર રીતે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આજથી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પણ વરસશે.

ગુજરાતના લોકપ્રિય હવામાન બાબતોના જાણકાર અંબાલાલ પટેલે, કેટલાક દિવસો અગાઉ કરેલ માવઠાની આગાહીને હવે ભારત સરકારના હવામાન વિભાગે પણ અનુમોદન આપ્યું છે. ભારતીય હવામાન વિભાગે, આજે ગુરુવારના રોજ સત્તાવાર રીતે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આજથી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પણ વરસશે. વીજળીના કડાકા ભડાકાની સંભાવનાને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા અને માવઠા માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર ગણાવાયું છે.

ભારતીય હવામાન વિભાગના અમદાવાદ ખાતેના સ્ટેશન ડાયરેકટરે, ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરતા જણાવ્યુ્ં છે કે, ગુજરાતમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું થવાની સંભાવના છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા હોવાથીય યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા જ ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધશે. આજે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ઉચકાયો છે. અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ 16.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌથી વધુ ઠંડી નલિયામાં 10.4 ડિગ્રી નોંધાઈ છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 16 ડિગ્રીએ અટક્યો છે. જો કે, વાતાવરણમાં આવનારા પલટાને ધ્યાને લઈને મછીમારોને આગામી બે દિવસ દરિયા ના ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 22, 2026 02:44 PM