Breaking News: ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

Breaking News: ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, જુઓ Video
| Edited By: | Updated on: Sep 28, 2023 | 8:07 PM

ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

કચ્છના દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ.800 કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને 80 કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.800 કરોડ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

પોલીસ દ્વારા સતતને સતત માદક દ્રવ્યોના ગુજરાતમાં પ્રવેસ પર રોક લગાવવા કામ કરી રહી છે. ત્યારે ગાંધીધામ ખાતેથી પોલીસે ફરીવાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. બીજી તરફ અમદાવાદમાં પણ દિવસે ને દિવસે નાના મોટા ડ્રગ્સ પેડલર પકડાવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી.

રાજ્યમાં ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. તેવામાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ગીતામંદિર બસ સ્ટેન્ડમાં સ્નિફર ડૉગ દ્વારા ચેકિંગ કર્યું છે. વડોદરાથી લવાયેલા આ સ્નિફર ડૉગને વિશેષ ટ્રેનિંગ અપાયેલી છે. તેઓ નાર્કોટિક્સ પદાર્થોને શોધવા માટે સક્ષમ છે. એટલે જ તેમની મદદ લઈને ગીતા મંદિર બસ સ્ડેન્ડમાં મુસાફરોનો સામાન અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાય સમય થી ગુજરાતનાં દરિયા કિનારાઓ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવવાના બનાવો બની રહ્યા છે. સ્ટેટ IB, NIU અને પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અગાઉ  કચ્છના જખૌ નજીકથી 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરી રહ્યા છે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા હતા. જોકે રાજ્યમાં ચાલી રહેળ ડ્રગ્સના વેપારને પણ નાથવા પોલીસ સતત કામે લાગી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:10 pm, Thu, 28 September 23