Breaking News : વર્ષ 2018ના બિટકોઇન કેસમાં મોટો ચુકાદો, વિશેષ અદાલતે કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી,જુઓ Video

ગુજરાતની સેશન કોર્ટે 2018ના બિટકોઈ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં 14 આરોપીઓને દોષિત ઠેરવાયા છે. આ ચુકાદો ત્રણ મહિના સુધી ચાલેલી અંતિમ દલીલો બાદ આવ્યો છે. કેસની તપાસ દરમિયાન સરકાર તરફથી 172 સાક્ષીઓની પુછપરછ કરવામાં આવી હતી.

Breaking News : વર્ષ 2018ના બિટકોઇન કેસમાં મોટો ચુકાદો, વિશેષ અદાલતે કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી,જુઓ Video
Bitcoin Extortion Case
| Edited By: | Updated on: Aug 29, 2025 | 2:16 PM

ગુજરાતની સેશન કોર્ટે 2018ના બિટકોઈ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં 14 આરોપીઓને દોષિત ઠેરવાયા છે. આ ચુકાદો ત્રણ મહિના સુધી ચાલેલી અંતિમ દલીલો બાદ આવ્યો છે. કેસની તપાસ દરમિયાન સરકાર તરફથી 172 સાક્ષીઓની પુછપરછ કરવામાં આવી હતી.

આ કેસમાં પૂર્વ ધારાસભ્ય પણ દોષિત જાહેર

આ કેસમાં મુખ્ય આરોપીઓમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને તત્કાલીન અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વકીલ કેતન પટેલ સહિત 15 લોકોને પણ દોષિત ઠેરવાયા છે.

પૂર્વ MLA નલિન કોટડીયા સહિત તમામ લોકોને આજીવન કેદ

આ કેસ બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણ અને બિટકોઈન પડાવવાની ઘટનાને લગતો છે. પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગાંધીનગર લઈ ગયા હતા અને તેમના બિટકોઈન છીનવી લીધા હતા. આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાની સંડોવણી ખુલી હતી. તપાસ દરમિયાન તત્કાલીન અમરેલી એસપી જગદીશ પટેલ અને એલસીબી પીઆઈ અનંત પટેલની પણ સંડોવણી બહાર આવી હતી. બધા પુરાવાઓના આધારે કોર્ટે આ 14 લોકોને દોષિત ઠેરવ્યા છે. આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી અને અનેક સાક્ષીઓની પુછપરછ કરવામાં આવી હતી. શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલિયાએ સરકારના કેસને સમર્થન આપ્યું નહોતું. આ ચુકાદા સાથે આ સમગ્ર મામલો હવે સ્પષ્ટ થયો છે.

14 આરોપીની આજીવન કેદ

આ મામલે સરકાર તરફેણના 172 સાક્ષીઓની તપાસ કરાઇ હતી. તો બચાવ પક્ષના એક સાક્ષીની તપાસ કરાઇ હતી. આ ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આ મામલે આરોપ ઘડાયા હતા. આખરી દલીલ 3 મહિના ચાલી હતી. જે બાદ 92 સાક્ષી ફરી ગયા હતા. જોકે અરજી આપનાર શૈલેષ ભટ્ટના એડવોકેટ રાજેશ રૂપારેલિયાએ સરકારના કેસને સમર્થન આપ્યું નહોતું. જેમની વધારાના સાહેદ તરીકે તપાસ કરાઇ હતી. જેમાં સમર્થન નહોતું આપ્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:01 pm, Fri, 29 August 25