Breaking News : ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન, રાજકોટમાંથી અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા 3 લોકોની કરી ધરપકડ, જૂઓ Video

આ ત્રણેય લોકો પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા ત્રણેય ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી છે. આ ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હતા.

Breaking News : ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન, રાજકોટમાંથી અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા 3 લોકોની કરી ધરપકડ, જૂઓ Video
| Edited By: | Updated on: Aug 01, 2023 | 3:09 PM

Rajkot :  રાજકોટમાં ગુજરાત ATSનું (Gujarat ATS) સફળ ઓપરેશન પાર પડ્યુ છે. રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા (Al Qaeda) સાથે સાંઠગાંઠ ધરાવતા 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ નામના શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ છે. તો અન્ય 8થી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarati Video : વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

આ ત્રણેય લોકો પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા ત્રણેય ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી છે. આ ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હતા.

ત્રણેય કારીગરો છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા

રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકો રાજકોટના સોની બજારમાં કોઇ સોની વેપારીના ત્યાં કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરતા હોય છે. રાજકોટમાં લગભગ 50થી 60 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. ત્યારે ઝડપાયેલા આ ત્રણેય લોકો પણ બંગાળી કારીગર તરીકે આવ્યા હોવાનું સામે આવ્યુ છે. આ ત્રણેય કારીગરો છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા.

આ પણ વાંચો-Ahmedabad : મોતની હોસ્પિટલ ! બાપુનગરમાં આવેલી કામદાર રાજ્ય વીમાની હોસ્પિટલ અત્યંત જર્જરિત હાલતમાં, જુઓ Video

ત્રણેય આરોપીની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળી આવી

મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. અલકાયદાનું નેટવર્ક ધરાવતા આ શખ્સોની રોજે રોજ મુલાકાત થતી હતી. સાથે જ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય મુસ્લિમ કર્મચારીને સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. ATSની તપાસમાં આ અંગેની ત્રણેય આરોપીની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળી આવી છે. ગઇકાલે રાત્રે ગુજરાત ATS દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે પછી ATSની 6 જેટલી ટીમે ઓપરેશન પાર પાડ્યુ. આ બંગાળી કામ કરી રહ્યા હતા તે સમયે જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.

 

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:28 pm, Tue, 1 August 23