Breaking News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી ! દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા બે આરોપીને પાટણથી ઝડપ્યા

આ મામલે બાતમી મળતા ATSએ ખાસ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 5 થી 6 મહિનાથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે જોડાઈ રહ્યા હતા.

Breaking News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી ! દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા બે આરોપીને પાટણથી ઝડપ્યા
patan
| Edited By: | Updated on: Apr 21, 2026 | 1:43 PM

અમદાવાદમાં રાજ્ય સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરતાં બે યુવકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પાટણના ઇરફાન પઠાણ અને મુસીર અહેમદ શેખની ધરપકડ કરી છે. બંને પર “ગઝવા-એ-હિન્દ” જેવા ઉગ્ર પ્રચાર દ્વારા દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા 2 યુવકની ધરપકડ

માહિતી મુજબ, PSI અશોક પરમારને આ મામલે બાતમી મળતા ATSએ ખાસ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 5 થી 6 મહિનાથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે જોડાઈ રહ્યા હતા. તેઓ પાકિસ્તાન અને ઈરાનના કેટલાક લોકો સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં હતા અને “ગઝવા-એ-હિન્દ”ના પ્રચાર માટે ગ્રુપ બનાવી રહ્યા હતા.

ATSની તપાસમાં ખુલાસો

ATSની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર અલગ-અલગ ગ્રુપ બનાવી લગભગ 1230 જેટલા લોકોને જોડ્યા હતા. આ ગ્રુપોમાં દેશવિરોધી સામગ્રી શેર થતી હતી અને ભારતમાં હુમલા કરવાની યોજના અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. તેઓ હથિયારો ભેગા કરવા અને ફંડ એકત્રિત કરીને દેશમાં હુમલા કરવાની રણનીતિ ઘડી રહ્યા હતા.

મુંબઈમાં રહેતા શખ્શનું નામ સામેલ

આ કેસમાં મુંબઈમાં રહેતા મુસીદ શેખ નામના શખ્સ સાથે પણ આરોપીઓની વાતચીત ચાલતી હોવાનું સામે આવ્યું છે. તેના માટે અલગ ટીમ બનાવી મુંબઈમાં સ્થાનિક પોલીસની મદદથી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના મોબાઇલ ફોનમાંથી પણ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓએ ચોક્કસ સ્થળ નિશાન બનાવ્યું નહોતું, પરંતુ અલગ-અલગ લોકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા અને વધુ લોકોને જોડીને મોટું નેટવર્ક ઉભું કરવાની તૈયારીમાં હતા. પાટણનો ઇરફાન પઠાણ કેમિસ્ટ્રી ભણેલો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મુસીર અહેમદ શેખ માત્ર આઠમું ધોરણ ભણેલો છે અને મુંબઈમાં બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો.

હાલમાં ગુજરાત ATS દ્વારા બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને સમગ્ર નેટવર્કને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

Breaking News: અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં હિંસક ઘટના, બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:39 pm, Tue, 21 April 26

Follow Us