
હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ મંગાવો છો પણ તે પનીર અસલી છે કે નકલી એટલે કે એનાલોગ તેને લઈને આપણાને કોઈ જાણ હોતી નથી. જેના લીધે ઘણી જગ્યાએ નકલી પનીર પીરસવામાં આવે છે. ત્યારે હવે અંગે હવે સકારે મોટો નિર્ણય લીધો છે. હવે દરેક રેસ્ટોરા અને હોટલને તેમની હોટલના મેન્યૂમાં વપરાતુ પનીર અસલી છે કે એનાલોગ તે અંગે બોર્ડ ફરજિયાત લગાવવું પડશે અને જો આમ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી થશે.
રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપતા જણાવ્યું છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે ‘એનાલોગ’, તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે.
પનીર અસલી છે કે નકલી તેની ઓળખ આપણે કેટલીક સરળ રીતથી કરી શકીએ છીએ પણ આ અસલી પનીર શામાંથી અને નકલી પનીર શેમાંથી બને છે તે જણાવીએ તો અસલી પનીર દૂધમાંથી જ તૈયાર થાય છે. જે પનીર દબાવતા નરમ લાગે છે તેમજ તેમાંથી પનીરમાંથી પાણી છૂટે છે આ સિવાય અસલી પનીરને ગરમ પાણીમા મૂકવાથી નરમ થઈ જાય છે,અને તેને ખાવાથી દૂધનો સ્વાદ આવે છે. આ પનીર સ્વાસ્થ્ય માટે છે લાભદાયી છે.
જ્યારે નકલી એટલે કે એનાલોગ પનીર વનસ્પતિ તેલ, પામ ઓઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પનીર દબાવતા રબર જેવું લાગે છે. ગમે તેટલુ ખેંચો પણ તે ફરી તેના મૂળ રૂપમાં આવી જાય છે અને ગરમ પાણીમાં મૂકવાથી આકાર જાળવી રાખે છે. તેને ખાવાથી તેલનો સ્વાદ આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને હૃદય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
અગાઉ સુરતના પકડાયેલ ડુપ્લીકેટ પનીર બાબતે આરોગ્ય મંત્રી એ કડક સૂચના આપી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં પનીર અસલી છે કે એનાલોગ, તે અંગે હોટલ-રેસ્ટોરન્ટે ફરજિયાત બોર્ડ લગાવવા પડશેનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ શબ્દોમાં કે બોર્ડ લગાવી લખવું પડશે કે “અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે.” આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીધી લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
Published On - 12:07 pm, Fri, 3 April 26