Breaking News : નવસારીમાં પૂરનું એલર્ટ : પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી, 10 નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની તૈયારીઓ શરૂ

વહીવટી તંત્ર દ્વારા ભેસતખાડીથી લઈને પૂર્ણા નદીના કાંઠા વિસ્તાર સુધીના આશરે 10 નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોના સ્થળાંતરણ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Breaking News : નવસારીમાં પૂરનું એલર્ટ : પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી, 10 નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની તૈયારીઓ શરૂ
| Updated on: Jul 22, 2026 | 5:17 PM

Navsari Flood Alert:  ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. નદીની જળસપાટી ઝડપથી વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીની જળસપાટી હાલ 20 ફૂટ સુધી પહોંચી ગઈ છે. પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી આગામી કલાકો પર તંત્રની ખાસ નજર છે.

10 નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા

વહીવટી તંત્ર દ્વારા ભેસતખાડીથી લઈને પૂર્ણા નદીના કાંઠા વિસ્તાર સુધીના આશરે 10 નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોના સ્થળાંતરણ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ફાયર અને ઈમરજન્સી ટીમો સતત પેટ્રોલિંગમાં

નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમો સતત નીચાણવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. ટીમો લાઉડસ્પીકર મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરીને લોકોને વધતી જળસપાટી અંગે માહિતગાર કરી રહી છે. સાથે જ, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા અને જરૂર પડે ત્યારે તાત્કાલિક સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે.

વહીવટી તંત્રે લોકોને કરી મહત્વની અપીલ

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ. નદીકાંઠાના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવી, બાળકોને પાણીની નજીક ન જવા દેવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

હવામાનની સ્થિતિ અને ઉપરવાસમાં વરસાદની તીવ્રતા જોતા આગામી કલાકોમાં પૂર્ણા નદીની જળસપાટીમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેથી જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે વરસાદી સિસ્ટમને લઈને કરી આગાહી

Follow Us