Breaking News : ગુજરાતમાં નવી પાંચ નર્સિંગ કૉલેજ સ્થપાશે, કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી

|

Apr 27, 2023 | 3:30 PM

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ નવી પાંચ નર્સિંગ કોલેજને મંજૂરી મળી છે.

Breaking News : ગુજરાતમાં નવી પાંચ નર્સિંગ કૉલેજ સ્થપાશે, કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી

Follow us on

ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કૉલેજની સ્થાપના થશે.કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવી 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ નવી પાંચ નર્સિંગ કોલેજને મંજૂરી મળી છે. ગુજરાતના નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબીમાં નવી નર્સિંગ કોલેજ શરુ થશે. GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવી નર્સિંગ કૉલેજની સ્થાપના કરવામાં આવશે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનશે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જણાવ્યુ હતુ કે રાજ્યમાં નર્સિંગમાં કુલ 500 બેઠકનો વધારો થશે. નર્સિંગ કૉલેજથી આરોગ્ય, શિક્ષણ અને સારવાર સંલગ્ન વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનશે. હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 440 બેઠક ઉપલબ્ધ છે.

આ પણ વાંચો-Bhushan Kumar: રેપ કેસમાં ભૂષણ કુમારની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે કહ્યું- પીડિતાની સંમતિ હોય તો પણ બળાત્કારનો કેસ રદ નહીં થાય

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા. રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે. આ નવીન પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીએ કહ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:12 pm, Thu, 27 April 23

Next Article