દિવાળી પહેલા જ ફટાકડાને કારણે આગ લાગવાનો સિલસિલો, ગોંડલમાં પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ,જુઓ VIDEO

દિવાળી પહેલા જ ફટાકડાને કારણે આગ લાગવાનો સિલસિલો, ગોંડલમાં પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ,જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 8:01 AM

ગોંડલ ઉદ્યોગનગરના ગોડાઉનમાં ફટાકડાના કારણે પ્લાસ્ટિકની બોરીઓ સળગી જે બાદ  આગ બેકાબુ બની હતી, હાલ ફાયર બ્રિગેડની (Fire Brigade) ત્રણ ટીમોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

દિવાળીને (Diwali) હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. લોકો કપડા, મીઠાઈ સહિત ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે દિવાળી પહેલા જ ફટાકડાને કારણે આગ લાગવાનો સિલસિલો શરૂ થયો છે.  ગોંડલ ઉદ્યોગનગરના પ્લાસ્ટિક સ્ક્રેપના  ગોડાઉનમાં (Warehouse)  આગ લાગી હોવાના સમચાર મળી રહ્યા છે. ફટાકડાના કારણે પ્લાસ્ટિકની બોરીઓ સળગી જે બાદ  આગ બેકાબુ બની હતી, હાલ ફાયર બ્રિગેડની (Fire Brigade) ત્રણ ટીમોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

વહેલી સવારે જ આગની બે ઘટનાઓ સામે આવી

તો બીજી બાજુ સુરત (Surat) બારડોલીના ધુલિયા ચોકડી નજીક પણ આગની ઘટના સામે આવી છે. બાલાજી કંપનીના ગોડાઉનમાં આગ લાગતા દૂર-દૂર સુધી આગનો ધુમાડો જોવા મળ્યો. આગને પગલે ગોડાઉનમાં પડેલો સામાન અને વાહનો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો છે.મળતી માહિતી મુજબ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

Published on: Oct 20, 2022 07:59 AM
g clip-path="url(#clip0_868_265)">