Breaking News: અમદાવાદના પીરાણા રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે આવેલી સ્પંચ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ
Ahmedabad: અમદાવાદના પીરાણા નજીક પીપડજ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
અમદાવાદના પીરાણાના પીપડજ રોડ પર સ્પંચ કંપનીમાં લાકડાના પીઠામાં આગ લાગી હતી. સવારે 10 વાગ્યે લાગેલી આગ પર બપોરે 1 વાગ્યે કાબુ કરાયો હતો. ફાયર વિભાગની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ કર્યો હતો. હાલ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી સામે આવી નથી. જો કે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. 17 વાહનો અને 100 કર્મચારીઓ સાથે અધિકારીઓએ આગ પર કાબુ કર્યો છે. પવન વધુ હોવાથી આગ બુજાવવામાં ભારે મુશ્કેલી આવી રહી છે.
જો કે હજુ સુધી આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આ આગ ક્યા કારણોસર લાગી તે પણ અકબંધ છે. હાલ આગને બુજાવવાની કામગીરી ચાલી રહી છે. આગ લાગી એ સમયે કેટલાક લોકો કંપનીમાં અંદર હતા જો કે સદ્દનસીબે તેઓ સમયસર બહાર નીકળી જતા તેઓ હાલ સલામત છે. સ્પંચ નામની કંપનીમાં પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરાયો
શરૂઆતમાં બેથી ત્રણ ફાયર વિભાગની ગાડીઓ મોકલવામાં આવી હતી પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની અન્ય ગાડીઓ પણ બોલાવાઈ હતી. આગના સ્થળેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાયા છે. ઘટનાને ગંભીરતાને જોતા ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા અને 14 જેટલા ફાયર ટેન્ડર આગ બુજાવવામાં લાગેલા છે. ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો છે.
પીરાણામાં ખુલ્લા મેદાનમાં લાગેલી આગના ધુમાડા અંજલી સુધી દેખાયા
જોકે ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી છે. પવનની ગતિ વધુ હોવાથી કેટલાક કર્મચારીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી. ખુલ્લા મેદાનમાં આગ લાગવાને કારણે ગરમીથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. આગમાં પૂઠા સહિતની અન્ય તમામ ચીજો બળીને ખાખ થઈ ગઈ છે. ખુલ્લા પ્લોટ પર ફાયર સેફ્ટીના નિયમના અભાવે વધુ જથ્થો આગની ચપેટમાં આવતા વધુ વિકરાળ બની હતી.
પીરાણામાં લાગેલી આગના ધુમાડા છેક અંજલી સુધી ફેલાયા હતા. આ પ્રકારના ખુલ્લા પ્લોટમાં દીવાલો ઉભી કરી સેક્શન પાડવા અને કેટલીક બાબતોનુ ધ્યાન રાખવા ફાયર અધિકારીએ સૂચના આપી હતી. સમગ્ર ઘટના સ્થળ પર હાજર DYMC મેરજાએ કાયદાકીય પ્રક્રિયા કરવા ખાતરી આપી હતી.
પોલીસની લેવાઈ મદદ, 108ની ટીમ રખાઈ તૈયાર
સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. સાથોસાથ 108 ઈમરજન્સી ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. જેથી કરીને જો કોઈ વ્યક્તિ દાજે કે ફસાય તો તેમને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટેની તૈયારી પણ રાખવામાં આવી છે. હાલ 50 ટકા જેટલી આગ કાબુમાં આવી ચુકી છે પરંતુ હજુ પણ આગ ચાલુ હોવાથી ફેલાઈ પણ રહી છે.
હાલ 50 ટકા જેટલી આગ કાબુમાં આવી ચુકી છે પરંતુ હજુ પણ આગ ચાલુ હોવાથી ફેલાઈ પણ રહી છે. ધુમાડાની ગતિ તીવ્ર હોવાથી ફાયર બ્રિગેડને પણ આગ બુજાવવામાં તકલીફ પડી રહી છે. ખુલ્લા મેદાનમાં આગ લાગી હોવાથી આગ વધુ પ્રસરવાની ભીતિ વધી જાય છે. આસપાસમાં આવેલી ફેક્ટરી સુધી આગ ન ફેલાય તેની તકેદારી રખાઈ રહી છે. જો પવનની ગતિ વધે તો આગ વધુ પ્રસરી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…