Breaking News : ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ અને સુરતની 4 પેઢી સામે પગલાં

કરજણમાં મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી બાતમીના આધારે મેસર્સ ચામુંડા ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી કોડીનયુક્ત કફ સિરપની 13,938 બોટલો, જેની કિંમત અંદાજે રૂ. 27.80 લાખ છે, તેમજ ટ્રામાડોલની 12,240 ટેબ્લેટ્સ મળી આવી હતી.

Breaking News : ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ અને સુરતની 4 પેઢી સામે પગલાં
| Updated on: Oct 08, 2026 | 2:32 PM

રાજ્યમાં ગેરકાયદેસર દવાના સંગ્રહ અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાની સૂચના અને FDCA કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ ચાર પેઢી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન રૂ. 42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કરજણમાં મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી બાતમીના આધારે મેસર્સ ચામુંડા ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી કોડીનયુક્ત કફ સિરપની 13,938 બોટલો, જેની કિંમત અંદાજે રૂ. 27.80 લાખ છે, તેમજ ટ્રામાડોલની 12,240 ટેબ્લેટ્સ મળી આવી હતી. ગંભીર ઉલ્લંઘનને પગલે પેઢીને સીલ કરી તેના 20-B અને 21-B વેચાણ પરવાના 1 ઓક્ટોબરથી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સની તપાસમાં NDPS ઘટક ધરાવતી દવાઓ ઉપરાંત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાઓના સંગ્રહ માટે જરૂરી તાપમાન જાળવતું ફ્રિજ બંધ હોવાનું સામે આવ્યું હતું. પેઢીના છૂટક દવાના વેચાણના પરવાના 5 ઓક્ટોબરથી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

સુરતમાં પણ પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઇન દવાના વેચાણ સામે કાર્યવાહી કરાઈ હતી. વરાછાની મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા પાસે માન્ય ડ્રગ લાઇસન્સ ન હોવા છતાં વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. અહીંથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂ. 11.26 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે.

મોટા વરાછાની મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલની તપાસમાં ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાના ઓનલાઇન વેચાણના ડિજિટલ પુરાવા મળ્યા હતા. છેલ્લા એક મહિનામાં આશરે રૂ. 3.60 લાખની દવાઓનું વેચાણ થયાનું સામે આવ્યું છે.

આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે ઓનલાઇન પ્લેટફોર્મ હોય કે ભૌતિક દવાની દુકાન, ગેરકાયદેસર દવાના વેપાર સામે કાર્યવાહી ચાલુ રહેશે. આગામી સમયમાં FDCA અને સાયબર સેલ દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મનું સતત ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.

Breaking News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને બૂસ્ટર ડોઝ, M-BRIC વિકસાવાશે, જુઓ વીડિયો

Published On - 2:31 pm, Thu, 8 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.