Breaking News : મોરબીમાં વીજપોલ માટેની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતોનો વિરોધ, કલેક્ટર કચેરીએ હજારો ખેડૂતો ઉમટ્યાં

મોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોની મોટી સંખ્યા જોવા મળી હતી. મહિલાઓ અને બાળકો સહિત અન્ય ગામોના ખેડૂતો પણ આ મામલે જોડાયા છે. કેટલાક ખેડૂતો તો ફૂડ પેકેટ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

Breaking News : મોરબીમાં વીજપોલ માટેની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતોનો વિરોધ, કલેક્ટર કચેરીએ હજારો ખેડૂતો ઉમટ્યાં
| Updated on: Sep 25, 2026 | 2:52 PM

મોરબીમાં વીજલાઈનના વળતર મામલે માર્કેટ રેટ કમિટી (MRC)ની બેઠકને લઈને મોરબીમાં મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. જેતપર સહિત અલગ-અલગ ગામોના ખેડૂતોને વાંધા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ, વીજલાઈન માટે ખેડૂતોને મળનારા વળતર અંગે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. આ મામલે ખેડૂતોને કોઈ વાંધો હોય તો તેઓ પોતાના વાંધા રજૂ કરી શકે તે માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ જેતપર સહિત અન્ય ગામોના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

વળતરના મુદ્દે ખેડૂતોમાં નારાજગી

માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી થનારા વળતરને લઈને જેતપરના ખેડૂતો સહિત અન્ય ગામોના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વીજલાઈનના કારણે જમીન અને ખેતીને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર મળવું જોઈએ. કલેક્ટર કચેરી ખાતે અલગ-અલગ ગામના ખેડૂતોને એક પછી એક બોલાવી તેમના વાંધા અને રજૂઆતો લેવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા વળતરને લગતી પોતાની રજૂઆતો અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહી છે.

મહિલાઓ અને બાળકો સહિત ખેડૂતો પહોંચ્યા

મોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોની મોટી સંખ્યા જોવા મળી હતી. મહિલાઓ અને બાળકો સહિત અન્ય ગામોના ખેડૂતો પણ આ મામલે જોડાયા છે. કેટલાક ખેડૂતો તો ફૂડ પેકેટ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત

ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરીને પગલે કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે. ખેડૂતોની રજૂઆતો અને વાંધા અરજીઓની પ્રક્રિયા દરમિયાન સમગ્ર પરિસ્થિતિ પર પોલીસ નજર રાખી રહી છે. હાલમાં ખેડૂતો દ્વારા માર્કેટ રેટ કમિટી નક્કી કરનાર વળતર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને પોતાની માંગણીઓ તથા વાંધાઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં સંતાડેલું 5 કરોડનું કોકેઇન પકડાયું, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.