Breaking News : શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનો પુત્ર પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં થયો પાસ, જાણો શું આવ્યુ પરિણામ
આ પરીક્ષાર્થીઓમાંથી એક રાજ્યના શિક્ષણ મંત્રીનો દીકરો પણ હતો. જેનું પણ પરીણામ જાહેર થયુ છે. રાજ્યના શિક્ષણ મંત્રીના કુબેર ડિડોરના દીકરો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાસ થયો છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. ચાલુ વર્ષે ધોરણ.12નું વર્ષે 65.58 ટકા પરિણામ આવ્યું છે જે ગત્ત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. આ પરીક્ષાર્થીઓમાંથી એક રાજ્યના શિક્ષણ મંત્રીનો દીકરો પણ હતો. જેનું પણ પરીણામ જાહેર થયુ છે. રાજ્યના શિક્ષણ મંત્રીના કુબેર ડિડોરના દીકરો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાસ થયો છે.
રાજ્યના શિક્ષણ મંત્રીના કુબેર ડિડોરના દીકરો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાસ થયો છે. તેને 700 માર્ક્સમાંથી 502 માર્ક્સ હાંસલ કર્યા છે. કુબેર ડીંડોરના દીકરાએ ગાંધીનગર ખાતે પરીક્ષા આપી હતી. તેને 92.22 પરસેન્ટાઇલ મળ્યા છે. તેનું કુલ 72.29 ટકા પરીણામ આવ્યુ છે. ગાંધીનગર જિલ્લાનું પરિણામ 64.07 ટકા આવ્યુ છે.
જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા છે. 83.22 ટકા સાથે મોરબી રાજ્યનો સૌથી ઊંચુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે 29.44 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે.
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, ગુજકેટ 2023નું પરિણામ પણ જાહેર થઈ ગયું છે! ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જીએસઈબી આજે મે 2, 2023 ના રોજ GUJCET પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ તેમના GUJCET 2023 પરિણામ, સત્તાવાર વેબસાઇટ પર સ્કોરકાર્ડ જોઈ શકે છે gseb.org તેની સીધી લિંક નીચે શેર કરવામાં આવી છે. GUJCET પરિણામ 2023 આજે GSEB HSC 12મા વિજ્ઞાનના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ 1.26 લાખ ઉમેદવારો માટે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
લાયકાત ધરાવતા ઉમેદવારો હવે GUJCET કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે અરજી કરવાનું શરૂ કરશે. ઉમેદવારો તેમનું GUJCET પરિણામ 2023 કેવી રીતે તપાસવું તે જાણવા માટે નીચે આપેલ પ્રક્રિયાનો પણ સંદર્ભ લઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…