Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરે આવતા ભક્તોના જાનમાલને નુકશાન નહીં થાય તેને ધ્યાને રાખી આ નિર્ણયા લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, હાલમાં જ દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે.
શિખર પર લહેરાતી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ (flag damaged ) છે. હાલમાં બિપરજોય વાવાઝોડાના સંકટના પગલે ખૂબ જ તેજ પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર (peak of the temple) પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં જગતનો નાથ કાળીયો ઠાકર આ સંકટને ટાળશે તેવી લોકોની શ્રદ્ધા રહેલી છે. જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ કુદરતી આફત આવી, ત્યારે ત્યારે જગતમંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે વાવાઝોડાને પહોંચી વળવા જગતમંદિરના શિખર પર બે ધજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર ઉપર સલામતીના કારણે જૂની ધજાને એમજ રાખી નીચે બીજી ધજા ચઢાવાય છે.
બીજ તરફ તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈ રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલવે તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન (Somnath Temple) માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નલિયામાં બિપરજોય વાવાઝોડાને લઇ લોકોનું કરાયું સ્થળાંતર, ઋષિકેશ પટેલે લીધી મુલાકાત, જુઓ video
અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘુસ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. સમુદ્રમાં કરંટ હોવાથી સમુદ્રના પાણી મંદિરમાં ઘુસ્યા છે.
Published On - 4:24 pm, Wed, 14 June 23