Gujarati NewsGujaratBreaking News Due to heavy rains water overflowed on the bridge in Bharuch Ankleshwar section railway operations affected
Breaking News : ભારે વરસાદના કારણે ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ પર ફરી વળ્યા પાણી, રેલવે વ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.
Follow us on
Monsoon 2023 : ભારે વરસાદના (Rain) કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વેસ્ટર્ન રેલવે (Western Railway) વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.
ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
નર્મદા નદીની જળ સપાટી 41 ફૂટ પર પહોંચતા રેલ વ્યવહારને અસર
ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 41 ફૂટ પર પહોંચી ગઇ છે. જેના કારણે રેલવે વ્યવહાર બંધ કરાતા મુસાફરો પરેશાન થઇ ગયા છે. મુંબઇ-દિલ્લી -અમદાવાદ રેલ વ્યવહાર પણ ઠપ થઇ ગયો છે. પૂરના પાણીમાં ટ્રેન દોડાવી અસલામત હોવાથી કેટલીક ટ્રેન સંપૂર્ણપણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
મહત્વનું છે કે ભારે વરસાદના પગલે ગુજરાતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના 5 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દાહોદ, ભરૂચ, છોટાઉદેપુરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો વડોદરા અને પંચમહાલની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો