Breaking News : ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, 4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને થશે લાભ

રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીના વધતા બોજ વચ્ચે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારા સ્વરૂપ દિવાળી ભેટની સાથે રાજ્ય સરકારે સરકારી કચેરીઓની રજાને લઈને પણ નિર્ણય કર્યો છે. પડતર દિવસે રજા જાહેર કરવામાં આવી છે.

Breaking News : ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, 4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને થશે લાભ
| Updated on: Nov 04, 2026 | 2:45 PM

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી નિમિત્તે મોટી ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે 4 લાખ સરકારી કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભ મળશે.

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીના વધતા બોજ વચ્ચે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને આર્થિક લાભ મળશે.

4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભ

સરકારના આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે 4 લાખ સરકારી કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે. મોંઘવારી ભથ્થામાં થયેલા વધારાથી કર્મચારીઓના માસિક પગારમાં અને પેન્શનર્સની પેન્શનની રકમમાં વધારો થશે.

પડતર દિવસે જાહેર કરાઈ રજા, 12 ડિસેમ્બરે કચેરીઓ ચાલુ રહેશે

દિવાળી ભેટની સાથે રાજ્ય સરકારે સરકારી કચેરીઓની રજાને લઈને પણ નિર્ણય કર્યો છે. પડતર દિવસે રજા જાહેર કરવામાં આવી છે. તેના બદલામાં 12 ડિસેમ્બરના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે સરકારી કર્મચારીઓ માટે રજાના દિવસ અને કામકાજના દિવસમાં ફેરફાર થશે.


મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ બંને નિર્ણયો રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વપૂર્ણ બન્યા છે.

 

Breaking News : દિવાળી પર સરકારી બાબુઓને ગિફ્ટ લેવી પડશે ભારે, ACBની રાજ્યભરમાં ખાનગી નજર! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.