Breaking News : મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો, મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા, જુઓ Video

મધ્ય ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે.

Breaking News : મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો, મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા, જુઓ Video
| Edited By: | Updated on: Jul 09, 2025 | 2:28 PM

મધ્ય ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. મહીસાગરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બ્રિજ તૂટતા અનેક વાહનો નદીમાં પડ્યા છે. નદીમાં ટેન્કર, ટુ વ્હિલર સહિત કારના વાહન પડ્યા છે.

બ્રિજ તૂટતા 2 ભાગમાં વેચાયો

ઉલ્લેખનીય છે કે મહીસાગર નદી પર બ્રિજ તૂટતા બ્રિજ 2 ભાગમાં વહેંચાયો છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને આ બ્રિજ જોડતો બ્રિજ છે. આ પગલે જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો.  જેના પગલે આ દુર્ઘટના બની છે.

સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર તરફથી આવતા મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે વડોદરાના કલેકટરે જણાવ્યા અનુસાર હાલમાં ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી. હાલમાં માત્ર નદીમાં ખાબકેલા વાહનો અને લોકોની રેસ્ક્યુકામગીરી હાથ ધરવામાં આવી છે.

બ્રિજ તૂટવાની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ અને વડોદરાના કલેકટર સહિતની કર્મચારીઓ ઘટના સ્થેળ પહોંચ્યા હતા. તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવી છે.

જોકે બ્રિજ તૂટવાની ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા છે. બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હોવા છતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યાં હતા. જંબુુસર- ભરુચથી પાદરા જતા લોકોને 40 કિલોમીટર ફરીને જવું પડશે.

 

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:45 am, Wed, 9 July 25