AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ઔડા વિસ્તારમાં વિકાસને વેગવંતો કરે તેવો નિર્ણય, મોટેરા-કરાઈમાં જમીનના ઝોનમાં ફેરફાર

વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદને તૈયાર કરવાની દિશામાં શહેર અને ઔડા વિસ્તારમાં વિવિધ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટે દાવેદારી નોંધાવવા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Breaking News : અમદાવાદના ઔડા વિસ્તારમાં વિકાસને વેગવંતો કરે તેવો નિર્ણય, મોટેરા-કરાઈમાં જમીનના ઝોનમાં ફેરફાર
| Updated on: Oct 06, 2026 | 7:12 PM
Share

Ahmedabad : અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) ની 312મી બોર્ડ બેઠક, આજે 6 ઓક્ટોબર, 2026ના રોજ યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ અને આસપાસના ઔડા વિસ્તારમાં આયોજનબદ્ધ તથા સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે દિશામાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજન માટે જમીનના ઝોનમાં ફેરફાર કરવાનો નિર્ણય મહત્વનો છે.

વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદને તૈયાર કરવાની દિશામાં શહેર અને ઔડા વિસ્તારમાં વિવિધ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટે દાવેદારી નોંધાવવા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

A1 ઝોનની જમીન R1 ઝોનમાં ફેરવવાનો નિર્ણય

સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારની માલિકીની જમીનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઔડાની બોર્ડ બેઠકમાં  મોટેરા વિસ્તારના સર્વે નંબર/બ્લોક નંબર 282/અ/પૈકીની જનરલ એગ્રીકલ્ચર ઝોન-1 (A1)માં સમાવિષ્ટ જમીનને રહેણાંક ઝોન-1 (R1)માં ફેરવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-19 હેઠળ આ ઝોન વેરિએશનને બોર્ડના સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

સ્પોર્ટ્સ એન્ક્લેવમાં વધુ સુવિધાઓનો માર્ગ મોકળો થશે

આ ઝોન ફેરફારના નિર્ણયથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે રમતગમતના સ્ટેડિયમ ઉપરાંત તેની સાથે સંકળાયેલી અન્ય સુવિધાઓ માટે જરૂરી બાંધકામ હાથ ધરવાનો માર્ગ મોકળો થશે. બેઠકમાં જણાવાયું હતું કે સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસથી માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતની સુવિધાઓ જ નહીં, પરંતુ નાગરિકો માટે પણ વિવિધ સુવિધાઓનું નિર્માણ થઈ શકશે.

અમદાવાદના આયોજનબદ્ધ વિકાસ પર ભાર

ઔડા દ્વારા અમદાવાદ શહેરની સાથે સંલગ્ન સેટેલાઇટ વિસ્તારોનો પણ સર્વાંગી અને સંકલિત વિકાસ થાય તે માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. આગામી વર્ષોમાં અમદાવાદમાં મોટા રમતગમતના આયોજનોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

Breaking News : દાતાર પર્વત પર સિંહ પરિવારનો ડેરો, વહેલી સવારે પગથિયા પર જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

Follow Us
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
g clip-path="url(#clip0_868_265)">