Breaking News : સુરત શહેરમાં નવા મેયર બન્યા છે. સુરત શહેરના નવા મેયર દક્ષેશ માવાણી બન્યા છે. જ્યારે ડેપ્યટી મેયર પદે નરેન્દ્ર પાટીલપાટીલના નામની પસંદગી કરવામાં આવી છે. તેમજ રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. આ ઉપરાંત પક્ષના નેતા પદે શશીબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat: સૌથી મોટી સ્નેહની સગાઈ, શેઠાણી-કામવાળીનો સ્નેહસેતુ, ઘડપણમાં કામવાળા વૃદ્ધાનો સહારો નિવૃત શિક્ષિકા- જુઓ Video
સુરતને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ 5 પદાધિકારીઓના નામની પસંદગી થશે. તો આ સાથે 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. આજે સુરતમાં સામાન્ય સભા બોલાઈ છે. તે પહેલા ભાજપની સંકલનની બેઠક મળશે હતી. તેમાં જ ભાજપ શહેર પ્રમુખ 5 પદોના નામોને મેન્ડેટ આપવામાં આવ્યુ છે.
સુરતના નવા મેયર દક્ષેશ માવાણી વર્ષ 1998થી ભાજપમાં સક્રિય કાર્યકર છે. તેમજ વર્ષ 2000માં વોર્ડ સહ-કન્વીર બન્યા હતા. જ્યારે વર્ષ 2009માં લોકસભા કન્વીનર બન્યા હતા. તો તેઓ વર્ષ 2010માં યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. તો વર્ષ 2011 નવસારી જીલ્લાના પ્રભારી બન્યા છે.
નવા બનેલા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરના પ્રાથમિક જે કામો છે તેને વેગ આપીશું, મહત્વના પ્રોજેક્ટો છે તેની જે પણ સમસ્યા છે. તેને ઝડપી ઉકેલ કરીને એને વેગ આપીશું, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2009માં પ્રદેશ કાર્યકરણી સદસ્ય યુવા મોરચામાં બન્યો હતો, વલસાડ, તાપી, નવસારીના પ્રભારી તરીકે 6 વર્ષ કામ કર્યું છે,
સુરત શહેરમાં પણ અનેક જવાબદારી નિભાવી છે, વર્ષ 2021માં કોર્પોરેટર તરીકે ચુટાયો હતો, અઢી વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય બન્યો હતો, ઓડીટ કન્વીનર બન્યો હતો અને આજે મેયર તરીકે વરણી થઇ છે ત્યારે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે હું મારા તન,મન,ધનથી કામ કરીશ, તાપી રીવર ફ્રન્ટ મારો મુખ્ય કામ રહેશે, અમદાવાદમાં જે હિસાબે રીવર ફ્રન્ટ બન્યો છે તે પ્રમાણે સુરતમાં પણ બને અને સુરતીઓનું જે સપનું છે તે પૂરું કરવા હું તનમન ધનથી કામ કરીશ તેમ તેઓએ ઉમેર્યું હતું,
સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલની વરણી કરવામાં આવી છે, તેઓએ જણાવ્યું હતું કે અમે જે ચારેય કાર્યકરો આ હોદા પર આવ્યા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, છેલ્લા 27 વર્ષથી ભાજપની જે વિકાસ યાત્રા ચાલી રહી છે તેને અમે આગળ ધપાવીશું, પહેલી પ્રાથમિકતા અમારી ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ રહેશે, અને મેટ્રોના કારણે ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે પણ કામગીરી કરવામાં આવશે,
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:05 am, Tue, 12 September 23