Breaking News : વાવાઝોડા Biparjoyને લઇને સૌથી મોટા સમાચાર, વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર

|

Jun 15, 2023 | 9:48 AM

આ વાવાઝોડુ કચ્છના જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ જખૌ બંદર થી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં છે. દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં છે.

Breaking News : વાવાઝોડા Biparjoyને લઇને સૌથી મોટા સમાચાર, વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર

Follow us on

Kutch : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય છે. ત્યારે હવે આ વાવાઝોડાને (cyclone biparjoy) લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડુ કચ્છના જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ જખૌ બંદર થી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં છે. દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં છે.

આ પણ વાંચો- Crime News: IAS-IPSએ હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે કરી મારપીટ, કરાયા સસ્પેન્ડ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાત ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય તેની અસર બતાવી રહ્યુ છે. છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યુ છે. વાવાઝોડુ જખૌ બંદરથી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં, દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે છે. નલિયાથી 210 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વાવાઝોડું 290 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, 290 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને P27 કિમી કરાચી (પાકિસ્તાન) ના દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે. 15મી જૂન સાંજ સુધીમાં તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ અને માંડવી અને કરાચી વચ્ચેના જખૌ બંદર (ગુજરાત) નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. જેની અસરથી 115 -125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. અલગ-અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ પવનચક્કીઓ કચ્છ જિલ્લામાં છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવનચક્કીઓ બંધ કરાઈ છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.

ગુજરાતમાં આવનારા વાવાઝોડા માટે BSF સજ્જ

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ગંભીર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ની અસરોથી ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા સીમા સુરક્ષા દળે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 15 જૂને સાંજે જખૌ કિનારે લેન્ડફોલ કરશે અને ત્યારબાદ તે કચ્છના રણ થઈને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.

BSFના ઈન્સ્પેક્ટર જનરલે દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી

BSFના ઈન્સ્પેક્ટર જનરલ રવિ ગાંધીએ ભુજના દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ચક્રવાતને લીધે ઉદ્ભવતી સંભવિત વિનાશક અસરોને ઘટાડવાના પ્રયાસો સાથે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:35 am, Thu, 15 June 23

Next Article