Breaking News : અહેમદ પટેલના સંતાનો વચ્ચે ખેલાયુ રાજકારણ, નવી રાજકીય પાર્ટી બનાવવા પુત્ર ફૈઝલનો ઈશારો, પુત્રી મુમતાઝના અલગ સૂર

ભરુચમાં અહેમદ પટેલના સંતાનો વચ્ચે રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી અલગ પડીને CONGRESS AP પાર્ટી બનાવવાની વિચારણા કરી રહ્યાં છે.

Breaking News : અહેમદ પટેલના સંતાનો વચ્ચે ખેલાયુ રાજકારણ, નવી રાજકીય પાર્ટી બનાવવા પુત્ર ફૈઝલનો ઈશારો, પુત્રી મુમતાઝના અલગ સૂર
| Edited By: | Updated on: Nov 29, 2025 | 11:24 AM

ભરુચમાં અહેમદ પટેલના સંતાનો વચ્ચે રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી અલગ પડીને CONGRESS AP પાર્ટી બનાવવાની વિચારણા કરી રહ્યાં છે. જ્યારે બહેન મુમતાઝ પટેલ પણ નવી પાર્ટીમાં જોડાય તેવી આશા વ્યકત કરી છે. ફૈઝલ પટેલે આ અંગે સોશિયલ મીડિયા પર સમર્થકો પાસેથી અભિપ્રાય માગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર નવી પાર્ટી બનાવવાની વિચારણ રજૂ કરતી પોસ્ટ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. તેમજ ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલ પણ નવી પાર્ટીમાં જોડાય તેવી આશા વ્યકત કરી છે.

જુઓ Video

 

મહત્વનું છે કે ફૈઝલ પટેલની પોસ્ટ બાદ મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુમતાઝે ફૈઝલ પટેલની પોસ્ટને તેમની અંગત પોસ્ટ ગણાવી છે. તેમને પણ ટ્વિટર પર ટટ્વી કરી જણાવ્યું છે કે તેઓ કોઈ પણ અન્ય પાર્ટીમાં જોડાવાની યોજના નથી કરી રહ્યાં તેમજ કોઈ પણ નવી પાર્ટી બનાવાનો પ્લાન નથી કરી કર્યા, આ ઉપરાંત વધુમાં લખ્યું છે કે “મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેના અંગત” છે.

ફૈઝલ પટેલ અગાઉ પણ પોતાના રાજકીય નિવેદનો અને ગતિવિધિઓને કારણે ચર્ચામાં રહ્યા છે. ગત લોકસભા ચૂંટણી સમયે તેમણે પોતાના બેનરો લગાવ્યા હતા, જેમાં ગઠબંધન હોવા છતાં પોતે ચૂંટણી લડશે તેવો દાવો કર્યો હતો, જેનાથી રાજકીય હડકંપ મચ્યો હતો. આ પહેલા પણ તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડવા અંગેની પોસ્ટ કરી હતી. આ વખતે તેમણે સીધા અલગ પક્ષની રચના માટે સમર્થકોના અભિપ્રાય માંગ્યા છે, જે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદના સંકેત આપે છે.  ફૈઝલ પટેલ સતત રાજકીય નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. બીજી તરફ, મુમતાઝ પટેલે પોતાની સ્પષ્ટતા દ્વારા કોઈ પણ નવી પાર્ટીમાં જોડાવાની ઈચ્છા ન હોવાનું જણાવી દીધું છે.

( વીથ ઈનપુટ- કિંજલ મિશ્રા, અંકિત મોદી- ભરુચ )

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:07 am, Sat, 29 November 25