Breaking News :અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, વાંચો સમગ્ર FIR

|

Jul 20, 2023 | 7:30 PM

અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.

Breaking News :અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, વાંચો સમગ્ર FIR
Ahmedabad ISKCON Bridge Accident Thatya Patel Fir

Follow us on

Ahmedabad: અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત( ISKCON Bridge Accident)  કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.  જેમાં ટ્રાફિક શાખામાં પોલીસ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા છે. જેમાં તથ્ય પટેલ જેગુઆર કાર પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેગુઆર કારથી 9 જેટલા લોકોને 120 ફૂટ જેટલા ઢસડયા હતા.

જ્યારે અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.

ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીના આ યુવક સાથે ફોટા વાયરલ
આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ

જેમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ઇપીકો. કલમ 279,337,338,304,504,506(2) ,114 તથા એમ. વી. એક્ટ 177,184,134 (બી) મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. પ્રજ્ઞેશ પટેલની પાસે કાર GJ-01-WK-009393 ચલાવતો હતો.

કોનાં-કોનાં મોત?

1 . રોનક રાજેશભાઈ વિહલપરા
ઉંમર 23 વર્ષ
બોટાદનો વતની
થલતેજમાં પીજીમાં રહે છે

2 . કુણાલ નટુભાઈ કોડીયા
ઉંમર 23 વર્ષ
બોટાદનો વતની
થલતેજમાં પીજીમાં રહે છે

3. અમન અમિરભાઈ કચ્છી
ઉંમર 25 વર્ષ
સુરેન્દ્રનગર જિલ્લાનો વતની

4. અરમાન અનીલભાઈ વઢવાનિયા
ઉંમર 21 વર્ષ
સુરેન્દ્રનગર જિલ્લાનો વતની

5. અક્ષર અનીલભાઈ પટેલ
ઉંમર 21 વર્ષ
બોટાદનો વતની
વસ્ત્રાપુરમાં પીજીમાં રહે છે
કૉલેજમાં એડમિશન માટે આવ્યો હતો

6.નિરવ રામાનુજ
ઉંમર 22 વર્ષ
ચાંદલોડિયાનો રહેવાસી

7.ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર
ઉંમર 40 વર્ષ
ટ્રાફિક જવાન, SG-2 પોલીસ સ્ટેશન

8. નિલેશ મોહનભાઈ ખટીક
ઉંમર 38 વર્ષ
હોમગાર્ડના જવાન, બોડકદેવ

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની અટકાયત કરાઇ

આ ઉપરાંત, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ (ISKCON bridge) પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છે. તો તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટનાની પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે. એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ સામેની ડ્રાઈવ વધુ સઘન અને વ્યાપક બનાવવા દિશા નિર્દેશો અપાયા છે. આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેવા દાખલારૂપ કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:39 pm, Thu, 20 July 23

Next Article