Breaking News : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને લઇને આવ્યા સારા સમાચાર, સર્જરી બાદ આજે આવ્યા ભાનમાં

આટલા દિવસની સારવારના અંતે આજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે. અનુજ પટેલ સર્જરી બાદ આજે ભાનમાં આવ્યા છે.

Breaking News : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને લઇને આવ્યા સારા સમાચાર, સર્જરી બાદ આજે આવ્યા ભાનમાં
| Edited By: | Updated on: May 04, 2023 | 2:49 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે આટલા દિવસની સારવારના અંતે આજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે. અનુજ પટેલ સર્જરી બાદ આજે ભાનમાં આવ્યા છે. મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલના હાથ પગ હવે મુવમેન્ટ કરી શકે છે.

આ પણ વાંચો-Breaking News : ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ થયો મોકળો, ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી

અનુજ પટેલની તબિયતમાં સુધારો

રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પછી વધુ સારવાર માટે અનુજને મુંબઇની હિન્દુજા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.  અનુજ પટેલના બ્લડ રિપોર્ટ તેમજ સિટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. તબિયત સુધારા પર હોવાનું તબીબો દ્વારા જણાવાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

અનુજ તબીબોના સતત ઓબ્ઝર્વેશનમાં

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના ઓબ્ઝર્વેશનમાં રહેવાનો ફાયદો અનુજ પટેલને મળી રહ્યો છે. અનુજ પટેલનું કાર્ડીયોલોજીસ્ટ, મેડિસીન વિભાગ, ન્યુરોલોજીસલ્ટ તેમજ નેફરોલોજસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબો સતત મોનીટરિંગ કરી રહ્યા છે. આ જ મોનિટરિંગના કારણે અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જઇ રહ્યો છે. જો કે હજુ પણ અનુજને તબીબોના ઓબ્ઝર્વેશનમાં સતત રહેવાની જરુર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાર સુધી પોતાના દીકરા સાથે હોસ્પિટલમાં હાજર રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે જ્યારે મુલાકાત માટે આવી રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી તમામ શુભચિંતકોને મુંબઇની હોસ્પિટલમાં ખબર પુછવા ન આવવા અપીલ કરી હતી. જેથી કરીને હોસ્પિટલના અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે. પુત્ર અનુજની તબિયત સારી થતા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેબિનેટની બેઠકમાં હાજર રહેવાના છે.

(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ, અમદાવાદ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 1:01 pm, Thu, 4 May 23