Ahmedabad : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ઉદ્ઘાટન થયુ છે. ગુજરાતમાં 24 કલાકની ન્યૂઝ ચેનલની પાયોનિયર TV9 ગુજરાતી (TV9 Gujarati) હવે તદ્દન નવા રંગરૂપમાં જોવા મળશે. અનોખી રજૂઆત થકી સમાચારોની પરિભાષા બદલી નાખનાર TV9 વધુ હાઇટેક બન્યું છે. અહીં ટેકનોલોજી અને કન્ટેન્ટનું કોમ્બિનેશન ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન બનશે. TV9 એટલે ગુજરાતી ન્યૂઝ ચેનલોની સરતાજ. જેના નવા મંચ પરથી હવે વધુ બુલંદ થશે તમારો અવાજ.
સમય પ્રમાણે પરિવર્તન એ આજની માગ છે અને વિકાસની સતત હરણફાળ ભરતા દેશે પણ પરિવર્તનના પવનને સ્વીકાર્યો છે. તો પછી ન્યૂઝ ચેનલ TV9 પણ કેમ પાછળ રહે ? ત્યારે ગુજરાતની પ્રથમ 24 કલાકની ન્યૂઝ ચેનલ TV9 હવે તદ્દન નવા રંગરૂપમાં આવી રહી છે. છેલ્લા દોઢ દાયકા કરતા પણ વધુ સમયથી દર્શકોને સંપૂર્ણ સમાચારોની સાથે મનોરંજનનો રસથાળ પીરસનારી TV9એ હવે ક્લેવર બદલ્યા છે.
લીડરશીપમાં ઇનોવેશન એટલે કે પોતાને સતત અપગ્રેડ કરતા રહેવું એ સૌથી મુખ્ય માપદંડ છે. ત્યારે આજના હાઇટેક ટેકનોલોજી યુગના કદમ સાથે કદમ મિલાવી TV9એ તૈયાર કર્યો છે ગુજરાતનો સૌથી હાઇટેક સ્ટુડિયો. હવે વધુ આધુનિક રીતે તમારા સુધી પહોંચશે. કન્ટેન્ટ અને ટેકનોલોજીના કોમ્બિનેશન સાથે ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન જોવા મળશે.
TV9 ગુજરાતી કે જે વર્ષોથી નીડર, નિષ્પક્ષ અને નિખાલસ બની દેશ અને દુનિયાની પળેપળની ખબર તમારા સુધી પહોંચાડતું રહ્યું છે. એ હવે તમને તદ્દન નવી ટેકનોલોજી સાથે નવી શૈલીમાં ન્યૂઝ પીરસશે. સમાચારોની ઉપરછલ્લી રજૂઆતને બદલે દરેક સમાચારનું તલસ્પર્શી અને રસપ્રદ શૈલીમાં 360 ડિગ્રી એનાલિસિસ એ TV9ની ઓળખ છે કે જેમણે દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓમાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે અને તમારા આ પ્રેમ અને વિશ્વાસ થકી જ TV9એ નવી ઉડાન ભરી છે અને નવું સોપાન હાથ ધર્યું છે.
Published On - 9:19 am, Sat, 8 July 23