Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

Jun 17, 2023 | 12:46 PM

બોઇલર બ્લાસ્ટની આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Follow us on

Surat : સુરતમાં ફરી એક વાર બોઇલર બ્લાસ્ટની (Boiler blast) ઘટના સામે આવી છે. સુરતમાં સચિન હોજીવાળામાં બોઇલર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત (Death ) અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Surat civil Hospital) લવાયા હતા.

આ પણ વાંચો- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video

બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ

સવારે 9 કલાકે સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ધડાકાનો મોટો અવાજ આવ્યો હતો. જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. મૃતકનું નામ પપ્પુ સફાઈ લાલ યાદવ અને તેની ઊંમર 25 વર્ષ  હોવાની માહિતી મળી છે.

આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

તો બ્લાસ્ટની આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી છે.  બ્લાસ્ટની ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. જે પછી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ ઘટના  હોજીવાળામાં આવેલી લવકુશ યાન નામની કંપનીમાં બની હોવાની માહિતી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે  તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Breaking News : દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

બીજી તરફ વડોદરાના ન્યુ સમા પાસે એક મકાનમાં બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. ન્યુ સમા પાસે વિજયરાજનગરમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટી ગયો હતો. જે બાદ ઘરમાં આગ લાગી ગઇ.  આગની ઘટનામાં ઘરમાં ઘરવખરી સહિત મકાનને નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટનામાં કોઇ પણ જાનહાનિ નથી થઇ. મકાનમાં રહેલા 8 લોકોનો આબાદ બચાવ થયો છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે મકાનમાં પાણીનો મારો ચલાવીને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:05 pm, Sat, 17 June 23

Next Article