બિપોરજોય વાવાઝોડાનો ખતરો સુરતથી પરથી ટળી ગયો છે. પરંતુ ભારે પવન ફૂંકાવાનું યથાવત રહ્યું છે. 50થી વધુ કિમીની સ્પીડ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં ઝાડ પડવાની સાથે સાથે ઈલેક્ટ્રીસિટીના થાંભલા પણ ધરાશાયી થઈ રહ્યાં છે. એલ.પી. સવાણી રોડ પર સિમેન્ટ વીજળીનો સિમેન્ટનો થાંભલો કાર પર પડ્યો હતો. જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું.