Breaking News : ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા ફેરફાર, આગામી બે સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીના નામની થશે જાહેરાત

|

Jun 08, 2023 | 3:16 PM

પ્રદેશ પ્રમુખની રેસમાં પરેશ ધાનાણી અને દિપક બાબરિયાનું નામ મોખરે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અંગે વહેલી તકે નિર્ણય લેવા રજૂઆત કરી છે.

Breaking News : ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા ફેરફાર, આગામી બે સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીના નામની થશે જાહેરાત

Follow us on

Gandhinagar : ગુજરાત કોંગ્રેસમાં (congress) મોટા ફેરફાર થવાના સમાચાર સામે આવ્યા છે. આગામી બે સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીના નામની જાહેરાત થશે. પ્રભારીની નિમણૂંક બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવાશે. પ્રદેશ પ્રમુખની રેસમાં પરેશ ધાનાણી અને દિપક બાબરિયાનું નામ મોખરે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અંગે વહેલી તકે નિર્ણય લેવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો- જગન્નાથ મંદિરમાં છે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ! જાણો ઓડિશાના પુરી મંદિરના બ્રહ્મ પદાર્થની રોચક કથા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ તરત જ શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં આ અગ્રણી નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે થઈને પોતાના અભિપ્રાય રજુ કર્યા. અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નવા પ્રદેશ અધ્યક્ષને લઈ પોતાના મત રજૂ કર્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓને આ માટે દિલ્હીથી તેડુ આવ્યુ હતુ. જે મુજબ નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયાને લઈ અભિપ્રાય રજૂ કર્યો અને ત્યારબાદ હવે ટૂંક સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નામની જાહેરાત કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષના નામની જાહેરાત ઝડપથી કરવામાં આવી શકે છે.

અધ્યક્ષ અને પ્રભારી પસંદ કરાશે

ગુજરાતમાં વર્ષ 2022 ના ડિસેમ્બરમાં યોજાયેલી ચૂૂંટણીઓમાં ભાજપે મોટી જીત મેળવી હતી. કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો જ આવી હતી. આમ આવી સ્થિતીમાં લોકસભા પહેલા કોંગ્રેસ પણ હવે પોતાની સ્થિતિને ઠીક કરવા માટે પ્રયાસો શરુ કર્યા છે. જે માટે પ્રદેશ કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર કરવાના સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા. આ દરમિયાન હવે પ્રદેશ અધ્યક્ષના નામની ઘોષણા ટૂંક સમયમાં જ થઈ શકે છે. આ માટેની કવાયત દિલ્હીમાં શરુ થઈ ગઇ છે.

પ્રદેશ અધ્યક્ષની પસંદગી બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકેની ઘોષણા પણ કરવામાં આવી શકે છે. પ્રભારીની નિમણૂંક થવા સાથે જ કોંગ્રેસના પ્રદેશના માળખામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:05 pm, Thu, 8 June 23

Next Article