Breaking News : ભાવનગરમાં પોલીસમાં સિલેક્ટ થતાં મિત્રોનો પાર્ટી આપી, નકલી દારુ પીતા 2ના મોત 10 વ્યક્તિઓ સારવાર હેઠળ, જુઓ Video

ભાવનગરના ખરકડી ગામમાં દારૂના સેવન બાદ નશો કરનાર 6 વ્યક્તિની તબિયત લથડતા તમામ લોકો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હવે આ નકલી દારુના સેવનના કારણે મૃત્યુનો આંકડો વધ્યો છે.

Breaking News : ભાવનગરમાં પોલીસમાં સિલેક્ટ થતાં મિત્રોનો પાર્ટી આપી, નકલી દારુ પીતા 2ના મોત 10 વ્યક્તિઓ સારવાર હેઠળ, જુઓ Video
| Updated on: Aug 19, 2026 | 12:10 PM

આમ તો તમે  નકલી દુધ, ધી, પનીર, ચીઝની વાતો સાભળી હશે. પરંતુ આજે ભાવનગરમાં નકલી દારુના કારણે અંદાજે 15 જેટલા લોકો સારવાર હેઠળ છે. ભાવનગર ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં નકલી દારુનું સેવન કર્યા બાદ મૃત્યુઆંક વધ્યો હોવાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા ખરકડી ગામના વાડી વિસ્તારમાં પાર્ટી કર્યા બાદ યુવકોની હાલત બગડી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતુ. પાર્ટી કર્યા બાદ 24 કલાક સુધી તમામ લોકો બેભાન અવસ્થામાં હતા.

15 લોકોને થઈ નકલી દારુની અસર

ભાવનગર ખરકડીમાં નકલી દારુનાં કારણે મોતનો મામલો વધ્યો છે. નકલી દારુનાં કારણે અત્યાર સુધીમાં 2 વ્યક્તિનાં મોત થયા છે. નકલી દારુનાં કારણે કુલ 15 જેટલાં લોકોને અસર થઈ હતી. પોલીસ દ્વારા 8 થી વધુ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે.તમામ લોકોને LCB કચેરીએ રાખાયા, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ દ્વારા 16 જેવી ટીમ બનાવી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

દારુનું સેવન કરનારને પોલીસની ખાસ અપીલ

દારૂના સેવન બાદ વધુ એક વ્યક્તિનું મોત થતાં, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ છે.પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરાઈ છે કે, કોઈએ આવા દારૂનું એક બે દિવસ માં સેવન કર્યું હોય તો તાત્કાલિક સારવાર લેવી જરુરી છે. હાલ પોલીસ દ્વારા બુટલેગરો અને જ્યાં જ્યાં આ ડુપ્લીકેટ દારૂ મોકલ્યો હોય ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

 

ઉજ્જૈનથી આવ્યો નકલી દારુ

ખરકડી ગામે ગત 16 ઓગસ્ટે દારૂ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.રોયલ સ્ટેગની બોટલોમાં ભેળસેલ યુક્ત દારુ વેચાયો હતો.હાલસુધી દારૂના સેવનથી 2 લોકોના મોત થયા છે.સર.ટી હોસ્પિટલ માં નકલી દારુનું સેવન કરનાર 10 વ્યક્તિઓ જ્યારે ખાનગી હોસ્પિટલમાં 5 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.પોલીસ તપાસમાં દારુ ઉજ્જૈનથી આવ્યો હોવાનો મોટો ખુલાસો થયો છે.

પોલીસમાં સિલેક્ટ થતાં પાર્ટી આપી

ભાવનગર ખરકડી ગામે નકલી દારૂ પીવાનો મામલો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલે પોલીસમાં સિલેક્ટ થતાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહીલ, હરપાલસિંહ ગોહીલ અને જયદીપસિંહ ગોહીલ સહિત 4 મિત્રોએ પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં જયદિપસિંહ ગોહિલે દારૂ પીધો ન હતો, ઉપેન્દ્રસિંહ ગોહિલનું નકલી દારૂ પીવાના કારણે મોત થયું છે.

ઉજ્જૈનથી ભાવનગર પહોંચ્યો નકલી દારુ

દારુમાં મિથેનોલનાં પ્રમાણને લઇને FSL ને નમૂના સોંપાયા છે. ઉજ્જૈનથી ગૌતમ સોલંકી સુધી દારૂ પહોચ્યો હતો.હાલ ભાવનગર પોલીસ દ્વારા તપાસ માટે 16 જુદી જુદી ટીમો બનાવી છે.SMCના વડા મયુર ચાવડા ભાવનગર દોડી આવ્યા છે. ઘટનાની ગંભીરતા ને લઈને ડીજી દ્વારા SMCને પણ સાથે જોડાઈ છે.હાલ ગૌતમ સોલંકી સહિત 8 વ્યક્તિઓ ની અટકાયત કરાઈ છે. LCB ઓફિસે તમામ લોકોને રખાયા એલસીબી પર કિલ્લાબંધી રાખી છે.

જે લોકો શંકાસ્પદ દારૂ પીધો હોવાની શંકા છે તેની પોલીસ શોધખોળ કરી રહી છે.રાઉન્ડ અપ કરાયેલા શખ્સોની કોલ ડિટેઇલના આધારે તમામ લોકોનો સંપર્ક કરીને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. રાતભર પોલીસ દ્રારા ભોગ બનનાર લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

 

નકલી વિદેશી દારૂનો કૌભાંડ

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, જ્યારે ગ્રાહક તરફથી કોઈ ચોક્કસ બ્રાન્ડની માંગ આવતી, ત્યારે બીજા જ દિવસે સસ્તો દારૂ, પાણી અને ફ્લેવર મિક્સ કરીને તે જ બ્રાન્ડની બોટલમાં ભરી તૈયાર કરવામાં આવતો હતો.ત્યારબાદ નકલી સ્ટિકર લગાવી તેને અસલી બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી બ્રાન્ડેડ દારૂ જેટલી જ કિંમત વસૂલવામાં આવતી હતી.

 

પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડેડ દારૂ બનાવ્યો, અમદાવાદમાં ઘરમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video અહી ક્લિક કરો

 

Published On - 11:40 am, Wed, 19 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.