
Breaking News : આજે ભાવનગર શહેરને નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યટી મેયર પદે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજુ રાબડીયાની પસંદગી કરવામાં આવી છે. તો શાસકપક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણીની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Breaking News : Bhavani Devi એ રચ્યો ઈતિહાસ, Asian Championshipsમાં મેડલ જીતનાર પહેલી ભારતીય તલવારબાજ બની
ભાવનગરના નવા મેયરનું પદ OBC માટે અનામત હતુ. ભાવનગરના નવા મેયર માટે ત્રણ નામ બાબુ મેર, ભરત બારડ અને મહેશ વાજાનું નામ રેસમાં હતા. જેમાંથી ભરત બારડ મેયર બન્યા છે. મેયરના નામની જાહેરાત પહેલા બાબુ મેરનું નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું હતુ. બાબુ મેર માલધારી સમાજમાંથી આવે છે.
આજે રાજ્યની 4 મહાનગરપાલિકાને નવા મેયર મળવા છે. જેમાંથી 3 મહાનગરપાલિકામાં નવા મેયરની વરણી કરવામાં આવી છે. જેમાં સુરત શહેરના નવા મેયર દક્ષેશ માવાણી વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યટી મેયર પદે નરેશ પાટીલના નામની પસંદગી કરવામાં આવી છે. તેમજ રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે.
આ ઉપરાંત પક્ષના નેતા પદે શશીબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે. તો ભાવનગર શહેરને નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યટી મેયર પદે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજુ રાબડીયાની પસંદગી કરવામાં આવી છે. તો શાસકપક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણીની પસંદગી કરવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:01 am, Tue, 12 September 23