Rajkot Breaking News : રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ, ટ્રાફિક વોર્ડને ટક્કર મારી હોવાની નોંધાવી ફરિયાદ

|

Oct 05, 2023 | 1:22 PM

ઘટનાને પગલે અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે લઈ ગયા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ કારચાલકને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું અને ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું હતું.

Rajkot Breaking News : રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ, ટ્રાફિક વોર્ડને ટક્કર મારી હોવાની નોંધાવી ફરિયાદ

Follow us on

Rajkot : રાજકોટમાં ટ્રાફિક વોર્ડને (Traffic Warden) જ ટ્રાફિના નિયમો નેવે મૂકીને હેડ કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો છે, નશામાં ધૂત ટ્રાફિક વોર્ડન પ્રતીક વવેચાએ પૂરઝડપે કાર હંકારીને પોલીસ કમિશનરના બંગલે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાને પગલે હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો-Mahatma Gandhi Family Tree: મહાત્મા ગાંધીના પૌત્ર-પૌત્રીઓએ વિદેશમાં નામ કમાવ્યું, જાણો તેમના સમગ્ર પરિવાર વિશે

હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત શનિવારે રાત્રે પોલીસ કમિશનરના બંગલે તેઓ ફરજ પર હતા. કમિશનર બહારથી પોતાના બંગલામાં પરત આવતા હોવાથી ગેટ ખોલીને રોડ પરથી પસાર થતા વાહનોને સાઇડમાં કરીને રસ્તો ક્લિયર કરી રહ્યા હતા. આ સમયે જામટાવર તરફથી વડોદરા પાસિંગની એક કાર પૂરઝડપે ધસી આવતી જોઈને કારચાલકને વાહન ધીમું ચલાવવા હાથથી ઇશારો કર્યો હતો, પરંતુ ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયેલા ટ્રાફિક વોર્ડન પ્રતીક વવેચાએ વિનોદ ખેરને ટક્કર મારી હતી.જેને પગલે તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઘટનાને પગલે અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે લઈ ગયા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ કારચાલકને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું અને ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:43 am, Mon, 2 October 23

Next Article