Accident Death : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
મળતી માહિતી અનુસાર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. પંચર પડેલો ટ્રક રોડ પર ઉભો રહ્યો હતો. છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. ચોટીલા દર્શન કરી પરત ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જ્યારે 10 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 10 લોકોના મોતમાં 5 મહિલાઓ, 3 બાળકો અને 2 પુરુષોના મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે.
Pained by the road mishap on the Bavla – Bagodara highway in Ahmedabad district. Condolences to the bereaved families. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF will be…
— PMO India (@PMOIndia) August 11, 2023
બગોદરા હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે PM મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ ટ્વીટ કરી ઘાયલો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત PM મોદીએ મૃતકના પરિવારોને રૂ.2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.
અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 11, 2023
તો બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગત મોડીરાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:15 pm, Fri, 11 August 23