
નવા વર્ષની શરૂઆત સાથે જ સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દૂધ અને દૂધની બનાવટોના અગ્રણી બ્રાન્ડ અમૂલે પોતાના દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. તાજેતરમાં ઘી અને બટરના ભાવ વધાર્યા બાદ હવે દૈનિક જરૂરિયાત સમાન દૂધના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
કંપની દ્વારા કરવામાં આવેલા વધારા મુજબ, અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રાહકોમાં સૌથી વધુ વપરાશ ધરાવતા અમૂલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો લાગુ કરાયો છે. આ નવો ભાવવધારો આજે મધ્યરાત્રિથી જ અમલી બની જશે.
રોજિંદા ઘરખર્ચમાં દૂધ મહત્વનો હિસ્સો ધરાવતું હોવાથી આ ભાવવધારાની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના બજેટ પર પડશે. દૂધના ભાવ વધવાને કારણે ચા, કોફી અને દૂધ આધારિત અન્ય મીઠાઈઓ તથા બનાવટો પણ આગામી દિવસોમાં મોંઘી થવાની શક્યતા છે. તહેવારો અને નવા વર્ષની શરૂઆતમાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ જતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
Published On - 7:06 pm, Wed, 11 November 26