Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત

વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત
| Edited By: | Updated on: Apr 04, 2026 | 12:49 PM

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાનરોનો આતંક અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના પગલે હવે અમદાવાદ માટે વન વિભાગે મોટો નિર્ણય લીધો છે. વન વિભાગે જાહેરાત કરી છે કે જો અમદાવાદમાં વાનરોને કોઇ કઇ પણ ખાવાનું આપતુ દેખાશે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે.

અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હવે ગંભીર ગુનો ગણાશે. વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

વન્યજીવ અધિનિયમ 2 મુજબ ગુનો

વાનરને ખાવાનું આપવું વન્યજીવ અધિનિયમ 2 (Wildlife Protection Act, 1972 – Schedule II) મુજબ ગુનો ગણાય છે. આ કાયદા મુજબ વાનર, અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર લોકોને કાનૂની પગલાં ભરવામાં આવશે.

દંડ અને જેલની સજા

વન વિભાગના નિયમો અનુસાર, વાનરને ખાવાનું આપનારને ત્રણ વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થશે. આ સજા કાયદાની ગંભીરતા દર્શાવે છે અને વાનરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે.

વાનરના હુમલાઓને પગલે પહેલ

આ જાહેરનામું વાનરના વધતા હુમલાઓ અને સડક પર મસ્ત ખાવાના દૃશ્યોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા સમય દરમિયાન વાનરો દ્વારા લોકો પર હુમલાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગે સ્થાનિક લોકોને વિનંતી કરી છે કે વાનરને ખાવાનું આપવું બંધ કરે અને જરૂર પડે તો અધિકારીઓને જાણ કરે.

વન વિભાગની સૂચના

વન વિભાગે જણાવ્યું છે કે વાનરો સાથે અનાવશ્યક સંપરક ટાળવો જોઈએ. લોકો વાનરોને ખાવાનું આપતા રહ્યા તો આ કાયદા મુજબ કડક કાર્યવાહી થશે. વન્યજીવોની સુરક્ષા અને શહેરમાં સલામતી જાળવવા માટે આ પગલાં જરૂરી છે.

Breaking News: સુરતના કાપડ બજારને ‘યુદ્ધ’નો માર! ઉત્પાદન કાપ અને વધતી મોંઘવારી, હજારો વેપારીઓ સંકટમાં

Published On - 12:20 pm, Sat, 4 April 26

Follow Us