ઓમકારેશ્વર નજીક કોટી તીર્થ ઘાટમાં બપોરના સમય બાદ ગુજરાત ભાવનગરથી ઓમકારેશ્વર મનપાના નિવૃત કર્મચારી રશ્મિભાઈ વ્યાસ બાળકો પરિવારના 6 સભ્યો સાથે ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં હોડીમાં મુસાફરી કરતા હતા તે દરમિયાન તેજ હવા અને ભારે વરસાદ ના કારણે હોડી ઊંઘી વળી જતા હોડીમાં બાળક સાથે અન્ય 4 વ્યક્તિઓ હજાર હતા જે ઘટનામાં એક બાળકનું ડૂબી જવાથી મોત જ્યારે એક વ્યક્તિ લાપતા થયો છે.
હોડી ઊંઘી વળી જતા નદીમાં હાજર અન્ય વ્યક્તિઓ અને નાવિકોની મદદથી બે મહિલા અને એક પુરુષને બચાવી લેવાયા જ્યારે એક બાળક અને એક પુરુષ ડૂબી ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકની શોધ ખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો જ્યારે એક વ્યક્તિની શોધ ખોળ હજી પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા
પરિયાવરે સરકાર પાસે ડૂબેલ વ્યક્તિની શોધખોળ માટે મદદની અપીલ કરી છે. નર્મદા નદીમાં હોડીમાં મુસાફરી કરતાં સમયે જે ઘટના બની હતી. હોડી પલટતા પરિવારના સભ્યો ડૂબ્યા હતા જોકે પરિવારના બાળક અને અને એક વ્યક્તિ સિવાય બાકીના તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
Published On - 7:04 pm, Mon, 15 May 23