
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તેની સાથે સાથ ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. એવામાં મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખીથી દાહોદના એક વર્ષના બાળકનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. ત્યારે હજુ 3 બાળકો વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
3 બાળકો પૈકી 2 બાળકોની PIC વિભાગમાં સારવાર ચાલુ છે. તો અન્ય એક બાળકની તબિયતમાં સુધારો છે. 20 જૂનથી અત્યાર સુધીમાં 15 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. જે પૈકી 8 બાળકોના મોત નિપજ્યા છે. બાળકોમાં વધી રહેલા શંકાસ્પદ વાયરસના લક્ષણોના કારણે બાળકોના માતા-પિતાઓમાં પણ હાલ ડરનો માહોલ છે.
Chandipura Virus Alert in Gujarat | Children at High Risk | 15 Cases, 8 Deaths | TV9Gujarati#ChandipuraVirus #GujaratHealthAlert #DahodNews #Panchmahal #VirusOutbreak #SandFlyVirus #ChildHealthCrisis #MonsoonDiseases #TV9Gujarati pic.twitter.com/TuvER6KC06
— Tv9 Gujarati (@tv9gujarati) July 6, 2025
આ વાયરસ 8 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે અને સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે મહત્વની વાત તો એ છે કે માખીથી થતો આ રોગ એટલો ખતરનાક છે કે આ વાયરસથી દર્દી કોમામાં જઈ શકે છે કે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ વાઈરસથી 75 ટકા જેટલો મૃત્યુદર છે. મહત્વની વાત એ પણ છે કે આ વાયરસથી થતા રોગ માટે હજુ સુધી કોઈ એન્ટી વાયરસ દવા પણ બની નથી.
શંકાસ્પદ ચાંદીપુરાથી થયેલા મોત મામલે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે પૈકી એક વર્ષના દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકની સારવાર ચાલું છે. સારવાર માટે આવેલા બાળકોના લોહીના નમૂના ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
તાવ માથાનો દુખાવો જેવા લક્ષણો
ઊલટી, ઝાડા ગરદનમાં ખેંચાણ
કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો
ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી
મચ્છર-માખીનો ઉપદ્રવ અટકાવવો
લક્ષણો દેખાતા જ ડૉક્ટરની સલાહ લેવી
8 વર્ષથી નાના બાળકોમાં ચાંદીપુરા જોવા મળે છે
સારવાર માટે કોઈપણ એન્ટી વાઈરસ દવા નથી
એડવાન્સ સ્ટેજમાં કોમા અને મૃત્યુ જેવું જોખમ
આ વાઈરસનો 75% સુધીનો મૃત્યુદર
વાઈરસ સીધો મગજ પર અસર કરે છે
Published On - 10:53 am, Sun, 6 July 25