Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video

|

Jul 24, 2023 | 2:34 PM

જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

Breaking News : જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા, JCB દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જૂઓ Video

Follow us on

Junagadh  : ચોમાસામાં (Monsoon 2023) ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જૂનાગઢના કડિયાવાડ પાસે એક મકાન ધરાશાયી (building collapsed) થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા.

આ પણ વાંચો- ડાંગમાં વરસાદના કારણે સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

જૂનાગઢમાં બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઇ હતી. ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યા બાદ તેના પાણી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢના દાતાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. દાતાર રોડ જૂનાગઢનો સૌથી જૂનો વિસ્તાર છે. જેથી તેમાં મોટી સંખ્યામાં જૂના અને જર્જરિત મકાનો આવેલા છે.ત્યારે આ પૈકીનું એક મકાન આજે ધરાશાયી થયુ હતુ.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાન

સમગ્ર જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે દાતાર રોડ પર જ ત્રણ માળનું મકાન આવેલુ હતુ જે ધરાશાયી થયુ છે. કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા તેની નીચે ચારથી વધુ વ્યક્તિ દટાયા હોવાની માહિતી સામે આવી છે.

ચાર JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સાથે જ સ્થાનિક લોકો પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદમાં જોડાયા છે. ઘટના અંગે જૂનાગઢના ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાએ TV9 સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દાતાર વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે. જેમને મકાન ઉતારી લેવા અગાઉ નોટિસ આપવામાં આવેલી છે. જો કે મકાન માલિકો દ્વારા આ નોટિસને ગણકારવામાં આવી નથી. જેના કારણે આજે એક દુર્ઘટના બની છે.

ઘટના સ્થળે હાલ પોલીસ પણ પહોંચી ગઇ છે અને ચારથી વધુ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર બોલાવી દેવામાં આવી છે. હાલ તો ચારથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું અનુમાન છે.

(વિથ ઇનપુટ- વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:50 pm, Mon, 24 July 23

Next Article