Gandhinagar : સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં ( (Salangpur Hanuman Temple Controversy)) અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. સ્વામિનારાયણના સાધુઓ તથા અન્ય સાધુ સંતો સાથે સરકારની મંત્રણા થવા જઇ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ બેઠકમાં જોડાશે.
છેલ્લા થોડા દિવસથી સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીના અપમાન બાદ સનાતનધર્મના સાધુ-સંતો સાથે લોકોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદને લઇને ગઇકાલે સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી.જો કે આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો ન હતો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.
કિંગ ઓફ સાળંગપુરના દાદાના અપમાનને લઇ રાજ્યભરમાં સ્વામીનારાયણ સંપ્રદાય સામે વિરોધનો શરૂ ઉઠ્યો છે અને સાળંગપુરમાંથી દાદાનું અપમાન કરતા ભીંતચિત્રો દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે. જો કે ભારે વિવાદ અને વિરોધ બાદ પણ સાળંગપુરમાં સ્થિતિ ઠેરની ઠેર છે. ભારે વિરોધ બાદ પણ સાળંગપુર મંદિરમાંથી હજી સુધી ભીંતચિત્રો હટાવવામાં આવ્યાં નથી.
હનુમાનજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા વિવાદ સર્જાયો. વિવાદ એવો તો વકર્યો કે, સનાતન ધર્મ સાથે સંકળાયેલા સાધુ, સંતો, મહંતોમાં રોષ ફેલાયો છે. સંતો સાળંગપુર મંદિર તંત્ર પર માછલા ધોઇ રહ્યા છે, તો બીજી તરફ હનુમાનજીને દાસ તરીકે દર્શાવાતા ભક્તોની લાગણી પણ દુભાઇ હોવાનો સૂર જોવા મળ્યો. આ તરફ હવે વિવાદ વકરતા બ્રહ્મ સમાજ મેદાને પડ્યો છે અને મંદિર તંત્રને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપીને ભીંતચિંત્ર દૂર કરવાની માગ કરી છે. જોકે આ મહાવિવાદ વચ્ચે મંદિર તંત્રએ ભેદી મૌન સેવી લેતા, અનેક તર્કવિતર્કો સર્જાયા છે, ત્યારે જોવું રહ્યું કે હવે આ વિવાદ ક્યાં જઇને અટકે છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:56 pm, Mon, 4 September 23